તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Demand Of Parents To Give Admission To Students By Starting The Second Shift As Admission Is Flourishing In The Municipal School At Yogichok, Surat.

રજૂઆત:સુરતના યોગીચોક ખાતેની પાલિકાની શાળામાં એડમિશન ફૂલ થતા બીજી પાળી શરૂ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા વાલીઓની માગ​​​​​​​

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાલીઓની માંગ કરી રહ્યા છે કે, બાળકોને ઝડપથી આ શાળામાં પ્રવેશ મળે તેવી કામગીરી થવી જોઈએ - Divya Bhaskar
વાલીઓની માંગ કરી રહ્યા છે કે, બાળકોને ઝડપથી આ શાળામાં પ્રવેશ મળે તેવી કામગીરી થવી જોઈએ
  • મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા ક્રમાંક 348માં બીજી પાળીની શરૂ કરવા આવે તેવી માગ

યોગીચોક પાસે આવેલી રાધે પાર્ક સોસાયટીમાં આવેલી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા (ક્રમાંક 348)માં એક પાળીમાં એડમીશન ફૂલ થઇ ગયેલ હોવાથી એ શાળામાં બીજી પાળી શરૂ કરવા માટે વાલીઓ ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા હતાં. વાલીઓની માંગ કરી રહ્યા છે કે, બાળકોને ઝડપથી આ શાળામાં પ્રવેશ મળે તેવી કામગીરી થવી જોઈએ. પહેલી વખત જ્યારે શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા હતાં, ત્યારે પ્રવેશમાં ગેરરીતિ થઈ હોય તેવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી હતી.

પ્રવેશમાં ગેરરીતિ થઈ રહી હોવાના લોકોના આક્ષેપ
પ્રવેશમાં ગેરરીતિ થઈ રહી હોવાના લોકોના આક્ષેપ

ખાનગી શાળાની ફી ન પોસાતા રજૂઆત
આ લોકોને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેથી પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને ભણાવવાનું ખૂબ જ મોંઘો થઇ રહ્યું છે. આવકના ઓછા સાધનો હોવાથી બાળકોની પણ ભરવી કપરી થઈ રહી છે. તેવા સંજોગોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોને ઝડપથી એડમિશન મળી જાય તો તેમનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જાય અને ખર્ચો પણ ઓછો થાય. બીજી પાડી શરૂ કરવા માટે સ્થાનિક લોકો પણ આગ્રહ કરી રહ્યા છે, અને વારંવાર અધિકારીઓને રજૂઆત પણ કરી છે.

પારદર્શિતા સાથે શિક્ષણ અપાઈ તેવી માગ કરાઈ
પારદર્શિતા સાથે શિક્ષણ અપાઈ તેવી માગ કરાઈ

પારદર્શક રીતે એડમિશન પ્રક્રિયાની માગ
બાળકોને ખુબ જ પારદર્શક રીતે પ્રવેશ આપવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે. 60 જેટલા બાળકોને પ્રવેશ મળવાપાત્ર છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓના ડ્રો કરવામાં આવે અને તે પણ પારદર્શક રીતે કે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પોતાનો વગનો ઉપયોગ કરીને પ્રવેશ મેળવી લે તે ખૂબ જરૂરી છે. સ્થાનિક લોકોને શંકા થાય છે કે, કેટલાક નેતાઓના મળતિયાઓ પોતાના નજીકના અને પ્રવેશ આપી દે છે. ભાજપના નેતાઓ પોતાની વગનો દુરૂપયોગ કરતા હોય છે, તેઓ વાલીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળાની નજીક રહેતી સોસાયટીના બાળકો પ્રવેશ મેળવવાના રહી જાય છે. અને અન્ય બાળકોને પ્રવેશ મળી જતો હોય છે.

સ્કૂલની બહાર વાલીઓ દ્વારા નારેબાજી કરાઈ હતી.
સ્કૂલની બહાર વાલીઓ દ્વારા નારેબાજી કરાઈ હતી.

ભાજપ પર આક્ષેપ કરાયા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને આપના નેતા રાકેશ હિરપરાએ જણાવ્યું કે, શાળાના ઉદઘાટનમાં પાર્ટીનો પ્રચાર કરવાની લાલચે બીજી પાળીની જાહેરાતને લટકાવવાનું બંધ કરવું જોઈએ.બાળકોના ભણતર અને વરસ બગડવાની ચિંતામાં, પૈસા ન હોવા છતાંય વાલીઓ કંટાળીને મજબૂરીમાં પ્રાઇવેટ શાળામાં એડમિશન લેવા માંડ્યા છે.તેથી લોકોના હિતમાં બીજી પાળી એક-બે દિવસમાં જ શરૂ કરી દેવામાં આવે.શિક્ષકો, આચાર્યો અને પ્રામાણિક અધિકારીઓ ઉપર કારણ વગરનું રાજકીય દબાણ લાવીને શિક્ષણકાર્યમાં રાજકારણને ઘુસાડવાનું બંધ કરવામાં આવે. ભાજપને ક્રેડીટ જોઈતી હોય તો ભલે લઈ જાય, ફોટો પડાવી જાય, રીબીન કાપી જાય પણ ઝડપથી સાડા શરૂ કરી દેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...