તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદર્શન:હેલ્થ કર્મીઓ પર થતાં હુમલાના વિરોધમાં કાયદો બનાવવા માંગ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘સેવ ધ સેવિયર’ના સૂત્રો સાથે પ્રદર્શન

ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ પર હુમલાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ‘સેવ ધ સેવિયર’ના નારા સાથે રાષ્ટ્ર વ્યાપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શુક્રવારે શહેરમાં પણ સવારે આઇએમએ દ્વારા નવી સિવિલ,સ્મીમેર હોસ્પિટલ સહિત જુદા જુદા સ્થળે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સખ્ત કાયદો લાવવાની માંગ કરવામાં આવી હતી. IMAએ જણાવ્યુ હતું કે,‘ આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. જેથી સખ્ત કાયદો અને ત્વરિત અમલીકરણ માટેની માંગ કરી છે.’

અન્ય સમાચારો પણ છે...