તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનતેરસે ધન વરસ્યું:સિક્કા, ભગવાનની મૂર્તિઓ, લગ્નસરાં માટે જ્વેલરી સહિત મંગળસૂત્રમાં ડિમાન્ડ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત વર્ષ કરતા જ્વેલર્સને 80 ટકા જેટલો વેપાર મળ્યો

રવિવારે પુષ્યનક્ષત્રની થયેલી સારી ખરીદી બાદ શુક્રવારે ધનતેરસના દિવસે પણ સુરતના જ્વેલર્સને પાછલા વર્ષની સરખામણીએ 80 ટકા વેપાર મળી ગયો હોવાનો જ્વેલર્સનો મત છે. સોના-ચાંદીના સિક્કા, ગણપતિ, સરસ્વતી, લક્ષ્મી માતાની મુર્તિઓ, ચાંદીના વાસણ, દીવા સહિત સોનાના ઘરેણાઓમાં બંગડી, મંગળસૂત્ર, પાટલા, ચેઈન, બ્રેસલેટ સહિતના ઘરેણાંની ડિમાન્ડ રહી છે.

કોરોનાની અસર અને સોનાના દર ધનતેરસે પણ રૂ.52,500ની સપાટી પર સ્થિર રહ્યા હતા. તેમ છતાં સુરતના 2500થી વધુ જ્વેલર્સને સારા પ્રમાણમાં વેપાર મળ્યો છે. સિક્કા સહિત 1 થી 5 ગ્રામની ગિન્નીઓની ખરીદી શુકનવંતી થઈ હોવાનું જ્વેલર્સ આગેવાનોનું મત છે. જોકે, લગ્નસરાંની સાથો-સાથ પર્સનલ જ્વેલરીઓની પણ મોટા પાયે ખરીદી થઈ છે. સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલા જણાવે છે કે, ધનતેરસ નિમિત્તે ચાંદીની ખરીદી થતી હોઈ છે, જેમાં ચાંદીના વાસણ સહિત ગણપતિ, સરસ્વતી અને લક્ષ્મી માતાનું મૂર્તિઓની વધુ ખરીદી થઈ છે. લગડીની જગ્યાએ સોના-ચાંદીના સિક્કાની ખરીદી થઈ છે.

ગલગોટાના ફૂલની પણ મોટી ડિમાન્ડ
ધનતેરસ અને દિવાળી પૂજનના કારણે ફૂલ માર્કેટને પણ સારા પ્રમાણમાં ખરીદી થઈ છે. ગલગોટા, કમળ અને ગુલાબના ફૂલોની મોટા પ્રમાણમાં ખરીદી થઈ છે. 200 થી 250 રૂ.કિલો ગલગોટા, 30 થી 40 રૂ.નું કમળ અને ગુલાબ રિટેઈલ માર્કેટમાં વેચાણ થયું છે. વિસ્તાર પ્રમાણે ફૂલોના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો