તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:સોનાના ભાવમાં 9 હજાર ઘ‌ટતા લગ્ન સિઝનની માંગ 50 % વધી

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાકાળમાં થયેલી બચતનું રોકાણ ગોલ્ડમાં વધારે
 • સોનામાં ઘણા સમય પછી ઘટાડો થતાં માર્કેટમાં ઉછાળો

લગ્નની સિઝનમાં જ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થતાં રીયલ ગોલ્ડની જ્વેલરીમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે. કેન્દ્રિય બજેટમાં નિર્મલા સિતારમણ દ્વારા ડ્યુટી ઘટાડાઇ છે, જેથી સોનામાં ઘણા સમય પછી ઘટાડો આવ્યો છે બીજી તરફ લગ્નની સિઝન પુરજોશમાં છે. આ બંને કારણોને કારણે જ્વેલરી માર્કેટમાં ઉછાળો આવ્યો છે. ગોલ્ડ જ્વેલરી, ડાયમંડ જ્વેલરી સહિતની જ્વેલરીઓમાં 60 ટકા માંગ વધી હોવાનું જ્વેલર્સો કહી રહ્યા છે.

સોનામાં રોકાણ માટે પણ ગોલ્ડ ખરીદી રહ્યા છે
જેમના ઘરે લગ્ન છે તે લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે પરંતુ સોનાનો ભાવ 9 હજારથી વધારે ઘટતા લોકો રોકાણ કરવા માટે પણ સોનાની ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત જે લોકો 2020માં ફરવા માટે જઈ નથી શક્યા તેમાંથી બચેલી રકમનો ગોલ્ડ ખરીદી કરીને રોકાણ કરી રહ્યા છે.

લગ્ન સિઝનમાં લોકોને ફાયદો થશે
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસો.ના પ્રમુખ નૈનાષ પચ્ચીગર કહે છે કે, ‘સોનાની ડિમાન્ડ હમણા 50 ટકા વધી છે. જેના કારણે લગ્નની સિઝનમાં લોકોને ફાયદો થવાની શક્યતા છે. લોકો રોકાણ માટે પણ સોનાની ખરીદી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો