આવેદન:કાપડ માર્કેટમાં વર્ષે 250 કરોડથી વધુના ઉઠામણા રોકવા SITનું ગઠન કરવા માંગ

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોસ્ટાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદન આપી માર્કેટની સમસ્યાઓ રજૂ કરી
  • સ્પેશિયલ ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન માટે પણ માંગણી કરાઈ

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં દર વર્ષે અંદાજે 250 કરોડ રૂપિયાથી વધારેના ઉઠમણાંની ઘટનાઓ બને છે ત્યારે આ ઘટનાઓ રોકવા માટે ફોસ્ટા (ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન)ના આગેવાનોએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રૂબરૂમાં મળીને આવેદન પત્ર આપી સુરતમાં સ્પેશિયલ ટેક્ષટાઈલ પોલિસ સ્ટેશન અને સીટ(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)નું ગઠન કરવાની માંગણી કરી હતી.

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉઠમણા અને ચીટિંગના અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે.આ સ્થિતિમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં અવિશ્વાસનું વાતાવરણ હંમેશા ઊભું થતું રહે છે.વેપારીના સ્થાનમાં અને કેવા લેભાગુ તત્વો કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને રફુચક્કર થઇ જતા હોય છે.

શહેરના ટેક્સટાઈલ માર્કેટમાં વર્ષે અંદાજે 250 કરોડથી વધારે રૂપિયાના ઉઠમણાંની ઘટનાઓ બને છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં કેટલાક ચિટરો પોતાની ટોળકી બનાવી ને સતત માર્કેટમાં ફરતા રહે છે અને દલાલો સાથેના સંપર્કમાં રહીને ખોટી રીતે પોતાને વેપારી ગણાવી માર્કેટમાં દુકાન ભાડે રાખીને ચીટિંગ કરતા હોય છે. તેમની મોડેસ ઓપરેન્ડી એ પ્રકારની હોય છે કે, પહેલા વેપારી સાથે માલ લે-વેચ કરે છે.

ઓછા પૈસા ના માલ ખરીદ્યા બાદ તેનું ચુકવણી પ્રમાણિકતાથી કરી દેવામાં આવે છે. જેમ જેમ સંબંધો તોડવા જાય છે તેમ તેઓ વધુ રકમનો માલ લેતા હોય છે. અને જ્યારે લાખો રૂપિયાની અંદર વ્યવહાર પહોંચી જાય છે ત્યારે તેઓ રફૂચક્કર થઇ જતા હોય છે. આમ આ પ્રકારના ઉઠામણા તેમજ થતી ચિંટીગને રોકવા માટે ફોસ્ટા દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આવેદન આપવામાં આવ્યું છે.

પોલિસ સ્ટેશન અને સીટનું ગઠન કરવા માંગ
‘સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટમાં સતત ઉઠમણાંની ઘટનાઓ વધતી જાય છે. શહેરના અસંખ્ય વેપારીઓના રૂપિયા ફસાઈ જાય છે. ત્યારે સુરતના વેપારીઓના રૂપિયા ન ફસાય અને વેપાર સારી રીતે ચાલે તે માટે અમે સીટ અને સ્પેશિયલ ટેક્ષટાઈલ પોલિસ સ્ટેશનની માંગણી કરી રહ્યાં છીએ. આ બંને બાબતો માટે ગૃહરાજ્યમંત્રીએ અમને ગાંધીનગર બોલાવ્યા છે.’ > મનોજ અગ્રવાલ, ફોસ્ટાના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...