તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:6 કલાક ટેક્સટાઈલ માર્કેટ ખોલવા માટે મંજુરીની માંગ, મુ.મંત્રીનેે વેપાર પ્રગતિ સંઘની રજૂઆત

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ટેક્સટાઈલ માર્કેટ ખુલશે તો જ અન્ય ટેક્સટાઈલ સેક્ટર્સ પણ ખૂલી શકશે. જેને પગલે 6 કલાક ટેક્સટાઈલ ટ્રેડર્સને દુકાનો ખોલવા માટે પરવાનગી આપો તેવી માંગ વેપાર પ્રગતિ સંઘ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલને કરવામાં આવી છે.
વેપાર પ્રગતિ સંઘે રજૂઆત કરી છે કે, સુરતમાં 160 ટેક્સટાઈલ માર્કેટ સાથે 60 હજારથી વધુ વેપારીઓ અને તેમની સાથે 2 લાખ કર્મચારીઓ સંકળાયેલા છે. આ ઉપરાંત ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે 15 લાખ લોકો સંકળાયેલા છે. સુરતનું ટેક્સટાઈલ માર્કેટ શરૂ થશે તો યાર્ન વેચાણ થશે, ટેક્સ્યુરાસિંગ ચાલુ થશે, વીવીંગ ઉદ્યોગો અને લૂમ્સ ચાલુ થશે, ડાઈંગ અને પ્રિન્ટીંગ મિલો શરૂ થશે. આ ઉપરાંત જો દુકાનો ખોલવાની પરવાનગી મળે તો એકાઉન્ટ, બેંકનું કામકાજ, ઓડિટ કાર્ય, પેમેન્ટ કાર્ય, જીએસટી તથા ઈન્કમટેક્સનું કામકાજ પણ શરૂ થઇ શકશે. આથી ટેક્સટાઈલ માર્કેટની દુકાનોને 6 કલાક ચાલુ રાખવા મંજુરી આપવામાં આવે.
દેશના તમામ માર્કેટ ન ખુલે ત્યાં સુધી સુરત માર્કેટને પરવાનગી નહીં આપવા એસજીટીટીએની માંગ
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ સાંવરપ્રસાદ બુધિયાએ વડાપ્રધાનને રજૂઆત કરી છે કે, દેશના અન્ય કાપડ માર્કેટને પહેલાં શરૂ કરાવ્યા બાદ સુરત કાપડ માર્કેટને શરૂ કરાવવામા આવે તે જરૂરી છે. માટે જ્યાં સુધી દેશના કાપડ માર્કેટ નહીં ખુલે ત્યાં સુધી સુરત માર્કેટને ખોલવા મંજુરી નહીં આપવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો