તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચીનના વિસ્કોસ યાર્ન પર એન્ટી સબસિડી ડ્યુટી ન લેવા માંગણી

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 10 એસોસિએશને નાણામંત્રીને રજૂઆત કરી

ચીનથી આયાત થતા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટિ સબસિડી ડ્યુટી નહીં નાંખવા માટેની માંગણી ફિયાસ્વી, સાસ્કમા (ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્ચર્સ એસો.), ઉધના અને પાંડેસરા વીવર્સ સોસાયટી સહિતના વણાટ ઉદ્યોગની 10 સંસ્થાઓ દ્વારા કેન્દ્રિય નાણાંમત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરાઈ છે. વિદેશી રો મટીરીયલ્સ પર એન્ટિ ડમ્પિંગ કે, એન્ટિ સબસિડી નાંખવા માટે સ્પિનિંગ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમિડીઝ (ડિજીટીઆર)માં અરજી કરાઈ છે.

સ્પીનરો કહે છે કે, ચીનથી અન્ડર વેલ્યુમાં યાર્ન આયાત થતા લોકલ અને વૈશ્વિક માર્કેટમાં ટકવું મુશ્કેલ થઈ રહ્યું. વિવર્સ કહે છે કે, આયાતી યાર્ન લોકલમાં તૈયાર થતાં યાર્નની સરખામણીએ મોઘું આવે છે. પણ તેનાથી એક્સપોર્ટ ક્વોલિટીનું ફેબ્રિક્સ તૈયાર કરી શકાય છે. હવે જો તેના પર વધારાની ડ્યુટી લાદવમાં આવશે તો ઈન્ટરનેશનલ માર્કેટમાં હરીફાઈ કરવાની તક જતી રહેશે. ડિજીટીઆર ડ્યુટી લાદવાને લઈને નિર્ણય કરે તે પૂર્વે વીવર્સને થનારા નુકસાનીની આંક તપાસવા માટેની માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...