તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોના મહામારીમાં માતાપિતા ગુમાવનારાથી ફી ન લેવા માંગ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટ સભ્યએ કુલપતિને રજૂઆત કરી
  • ‘વિદ્યાર્થીઓનું શિક્ષણ ન અટકે તે જરૂરી’

કોરોનાની મહામારીમાં માતા કે પછી પિતાની છત્રછાયા ગુમાવનારા વિદ્યાર્થીઓ પાસે એડમિશન ફી નહીં લેવાય એવી માંગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ગણપત ધામેલિયાએ કુલપતિ ડો. કે. એન. ચાવડાને કરી છે. સેનેટ સભ્ય ગણપત ધામેલિયા જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે અનેક બાળકોએ માતા કે પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે. તેવામાં જ નોકરી કરતા માતા કે પિતાના અવસાનથી તેની સીધી અસર પરિવારની આવક પર પડી છે. આથી આર્થિક માર સહન કરી રહેલા આવા પરિવારોની સ્થિતિ દયનીય બની રહી છે.

જ્યારે બીજી તરફ કોલેજોમાં ફી, પુસ્તકો સહિતનો ખર્ચ કરવો પરિવારની હાલત પડ્યા ઉપર પાટુ મારવા જેવી બની રહે છે. ત્યારે માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકનું સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક ભાવી ધુંધળું થઇ જાય છે. ત્યારે આવા બાળકોનું શૈક્ષણિક કાર્ય અટકી પડે નહી અ્ને તેમનું ભવિષ્ય બરબાદ ન થાય તે માટે પ્રવેશ ફી નહીં લેવા માટે કુલપતિને રજૂઆત કરી છે. સેનેટ સભ્ય ગણપત ધામેલિયાએ આ મુદ્દે વધુ જણાવ્યું હતું કે તેમણે આ રજૂઆતને સિન્ડિકેટમાં પણ મૂકવા માટે માંગ કરી છે. તે સાથે માત્ર ડિપાર્ટમેન્ટો જ નહીં, પણ વિવિધ પ્રવાહની કોલેજોમાં પણ પ્રવેશ ફી નહીં લેવા માટે માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...