તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું ફેક ID બનાવી નાણાંની માગણી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નકલી મેલ ID બનાવનારા દંડાશે : દિનેશ નાવિડિયા
  • ચેમ્બરના ખજાનચીને મેલ મળતાં ચોંકી ઊઠ્યા

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાન નામનું ફેક મેઈલ આઈડી કોઈએ બનાવી લોકો પાસે રૂપિયાની માંગણી કરી હતી. આ પ્રકારનો મેઈલ ચેમ્બરના ખજાનચી મનિષ કાપડિયાને પણ મળ્યો હતો અને તેમણે દિનેશ નાવડિયા સાથે વાત કરતાં ખબર પડી હતી કે, મેઈલ આઈડી ફેક છે. ત્યાર બાદ દિનેશ નાવડિયાએ ઓફિશિયલી પ્રેસ નોટ જાહેર કરીને આ મેઈલ આઈડી દ્વારા તેમણે કોઈ પાસે રૂપિયા ન માંગયા હોવાની વાત કરી હતી.

આવતી કાલે દિનેશ નાવડિયા પોલીસ ફરિયાદ કરશે. આ અંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ‘હું બહારગામ ગયો હતો. મને ચેમ્બરના કર્મચારીઓએ જાણ કરી હતી. સુરત આવીને ફરિયાદ કરીશ.

અન્ય સમાચારો પણ છે...