તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:રોજગારની ગાડી પાટે લાવવા લોકલ-મેમુ અને ઈન્ટરસિટી ટ્રેનો તત્કાલ દોડાવવા માગણી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને લીધે લોકડાઉનમાં બંધ કરી દેવામાં આવેલી લોકલ ટ્રેનો મુંબઈમાં શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં લોકલ-મેમુ અને ઇન્ટરસિટી ટ્રેનો હજુ સુધી શરૂ ન થતા લાખો નોકરીયાતો અને ધંધાર્થીઓની હાલત કફોડી બની છે. આ ટ્રેનો ફરી શરૂ કરવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. અનલોક દરમિયાન રેલવે દ્વારા લાંબા અંતરની લગભગ તમામ ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેન બનાવી શરૂ કરી દેવામાં આવી છે. દિવાળી અને નવરાત્રી દરમિયાન પણ અનેક સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. ધંધા-રોજગાર માટે આ ટ્રેનો ચાલુ કરવી જરૂરી બની છે.

દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગંતવ્યો પર નોકરી ધંધાર્થે આવતા જતા લાખો મુસાફરોની સમસ્યા દૂર કરવા ઇન્ટરસિટી, લોકલ અને મેમુ ટ્રેનો શરૂ કરાઈ તો મુસાફરોને ફાયદો થાય એમ છે. આ મુદ્દે વલસાડ રહેતા અને સુરતની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા પ્રમોદ પટેલ સહિતના સુરત અપડાઉન કરનારા મુસાફરોએ જણાવ્યું કે, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવી ટ્રેનો શરૂ કરી દેવામાં આવે તો હજારો પાસ હોલ્ડરોને રાહત થઈ જશે. કોવીંડની ગાઈડલાઈન ને અનુસરીને સમગ્ર મહારાષ્ટ્રમાં જ્યારે લોકલ ટ્રેનો ચાલુ કરી દેવાઈ છે ત્યારે ગુજરાતમાં પણ નાના નાના ગામડાઓથી મોટા શહેરમાં રોજીરોટી માટે જતા આવતા અસંખ્ય પેસેન્જરોને રાહત મળે એમ છે. ઝેડ.આર.યુ.સી.સી.ના પૂર્વ સભ્ય રાકેશ શાહે પણ ડીઆરએમને ટ્રેનો ચાલુ કરવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...