તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુરોધ અભિયાન:75 હજાર વેપારીના હિત માટે ફોસ્ટાની ચૂંટણી યોજવા માંગ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર ‘અનુરોધ અભિયાન’
  • નારાજ વેપારીઓએ પૂર્વ પ્રમુખોેને પત્ર લખ્યા

શહેરના કાપડના સૌથી મોટા સંગઠન ફોસ્ટાની ચૂંટણી યોજાઈ તેવી માંગ વેપારીઓ દ્વારા છેલ્લાં કેટલાં વર્ષોથી કરવામાં આવી છે. ફોસ્ટાથી નારાજ વેપારીઓ દ્વારા ફોસ્ટાની ચૂંટણી યોજવા માટે સોશિયલ મીડિયા પર પણ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષોથી વેપારી સંગઠન ફોસ્ટા (ફેડરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન) દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું નથી. અમુક વેપારીઓએ સંસ્થાના પૂર્વ પ્રમુખોને પત્ર લખી વેપાર હિતમાં સંસ્થાના ડિરેક્ટરો અને પ્રમુખની ચૂંટણી યોજવા માંગણી કરી છે.

શહેરના 75 હજાર કાપડના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફોસ્ટામાં છેલ્લા પાંચેક વર્ષથી ચૂંટણી થઈ નથી. સંસ્થાના હોદ્દેદારો અને કામગીરી પ્રત્યેની નારાજગીના લીધે કાપડ માર્કેટમાં કેટલાંય અગ્રણી વેપારીઓએ અલગ જૂથ રચી અલગ સંગઠનોનું ગઠન કરી દીધું છે. દરમિયાન સંસ્થાની નિષ્ક્રિયતાના પગલે અનેકોવાર ઈલેક્શનની માંગ ઉઠી છે પરંતુ ચૂંટણી થઈ નથી. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાંક વેપારીઓએ ચૂંટણીની માંગ ઉઠાવી છે. વેપારીઓએ અનુરોધ અભિયાન શરૂ કર્યું છે અને તે હેઠળ પૂર્વ પ્રમુખોને પત્ર મોકલવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...