તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:માર્કેટમાં ગુડ્સ ડિલિવરી માટે વાહનનો સમય વધારવા માંગ

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફોસ્ટા- ટેમ્પો એસો.નું જોઈન્ટ સીપીને આવેદન

ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. હાલ માર્કેટમાં સવારે 9થી બપોરે 11 અને સાંજે 7 થી 10 વાગ્યા સુધી માલની ડિલિવરી માટે પરમિશન છે. જો આ સમય સિવાય ટેમ્પો માર્કેટ વિસ્તારમાં નીકળે છે તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે.

ફોસ્ટા અને ગ્રે ફિનિશ ડિલિવરી ટેમ્પો વેલ્ફેર એસો. દ્વારા બુધવારે ટ્રાફિક અને ક્રાઈમના જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદન આપી જાહેરનામામાં સુધારો કરવા માંગ કરાઇ છે. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ હાલમાં ગુડ્ઝ વાહનોને સવારે 10 થી સાંજે 7 કલાક સુધી પરમિશન છે જે વધારીને સાંજે 7 થી 9 સુધીની કરવામાં આવે. જોઇન્ટ સીપી દ્વારા કમિશનરના જાહેરનામામાં સુધારો કરવા માટે આશ્વાસન આપ્યું હતું.

ગ્રે ફિનિશ ડિલિવરી ટેમ્પો વેલફેર એસોસિએશનના પ્રમુખ સંજય પાટીલે જણાવ્યું કે ટ્રાફિક અને ક્રાઈમના જોઈન્ટ સીપીને આવેદનપત્ર આપી ટેમ્પોને માર્કેટમાં વધારે સમય પર પ્રવેશવા દેવાની માંગણી કરાઇ છે. તેમણે આ મુદ્દે જાહેરનામામાં સુધારો કરવા આશ્વાસન આપ્યું છે. જો માંગણી સ્વીકારશે નહીં તો ચૂંટણી પછી ગ્રે કાપડ ડિલિવરીની હડતાળ પડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો