સુરતીઓનો મૂડ બદલાયો:પેટ્રોલ મોઘું થતાં ઇ-બાઇકની માંગમાં 5 ગણો વધારો પહેલા મહિને 150 વેચાતી હતી, હવે 700નું વેચાણ

સુરત3 મહિનો પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈંધણના આગ ઝરતા ભાવથી મહિલા, કોલેજીયનો, નોકરિયાતોનો મૂડ બદલાયો
  • શહેરમાં છેલ્લા એક વર્ષમાં ઇ-બાઇકના 100 શો-રૂમ ખુલી ગયા

શહેરમાં પેટ્રોલના ભાવ 98 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેથી લોકોને સામાન્ય બાઈક ચલાવાવનું પોસાઈ તેમ ન હોવાથી લોકો ઈ-બાઈક તરફ વળી રહ્યા છે, જેને પગલે ઈ-બાઈકના વેચાણમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. ગત વર્ષે શહેરમાં ઈ-બાઈકના માત્ર 30 શોરૂમ હતાં જે વધીને આ વર્ષે 70 થઈ ગયા છે.

શહેરમાં એક મહિનામાં 150 જેટલી ઈ-બાઈક વેચાતી હતી તે હવે 700 થઈ છે. મહિલાઓ, યુવતિઓ, નોકરીયાત વર્ગ આ બાઈકને વધારે પસંદ કરી રહ્યા છે. આમ, એક જ વર્ષમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાને કારણે લોકો ઈ-બાઈક તરફ વળ્યા છે. ડિમાન્ડમાં વધારો થવાને કારણે શહેરમાં એક જ વર્ષમાં ઈ-બાઈકના શો-રૂમ 30થી વધીને 100 થયા છે.

સ્પેર-પાર્ટ્સ મળવાની સાથે સર્વિસની સુવિધા પણ સારી
10થી 12 વર્ષ પહેલા શહેરમાં ઈ-બાઈક અને ઈલેક્ટ્રિક સાઈકલના શોરૂમ ખૂલ્યા હતાં. પરંતુ ત્યારે એક વખત ખરીદ્યા પછી ખરીદનારને સૌથી મુશ્કેલી એ હતી કે, ઈ-બાઈક અને ઈલેક્ટ્રિક સાઈકલના સ્પેરપાર્ટસ મળતા ન હતાં. જેના કારણે ત્યારે ત્યારે લોકો ઈ-બાઈક ખરીદવાનું ટાળી રહ્યા હતાં. પરંતુ હવે સ્પેર્ટપાર્ટ્સની સાથે સર્વિસ પણ સારી મળી રહી હોવાથી શહેરમાં ઈ-બાઈકનું વેચાણ વધ્યું છે.

અલગ અલગ કેટેગરીમાં મળી રહી છે ઈ-બાઈક
શહેરમાં 40 હજારથી લઈને 1.10 લાખ રૂપિયા સુધીની ઈ-બાઈકો મળી રહી છે. જેમાં એક વખત ચાર્જિંગ કરવાથી 50 કિલોમીટરથી 100 કિલોમીટર સુધી ચાલે તેવી બાઈકો પણ સુરતમાં મળી રહી છે. જેમાં સૌથી વધારે એક ચાર્જમાં 70થી 80 કિલોમીટર ચાલતી બાઈક સુરતીઓ વધારે ખરીદી રહ્યા છે. આ વર્ગમાં નોકરિયાતોની ખરીદી વધુ જોવા મળી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.

એક જ વર્ષમાં ઈ-બાઇકનું વેચાણ ડબલથી વધારે થયું
ઈ-બાઈકનો શોરૂમ ચલાવતા નિતિન હરખાણી કહે છે કે, અમારા ત્રણ શો રૂમ છે જેમાંથી બે શોરૂમ અમે છેલ્લા એક વર્ષમાં જ શરૂ કર્યા છે. શહેરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થતાં લોકો હવે ઈ-બાઈક પર પસંદગી ઉતારી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઈ-બાઈકનું વેચાણ ડબલથી વધારે થઈ ગયું છે. આગામી સમયમાં આનાથી પણ વધુની ખરીદી થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...