તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:પુણામાં ખાડીથી મચ્છરોનો ઉપદ્રવ વધતાં આઉટલેટ બંધ કરવા માગ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુણાની વિવિધ સોસાયટીનો લોકો દ્વારા પાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું હતું. - Divya Bhaskar
પુણાની વિવિધ સોસાયટીનો લોકો દ્વારા પાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું હતું.
  • 20થી વધુ સોસાયટીના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું

પુણામાં ખાડીની ગંદકીને લઇ મચ્છરોનો ઉપદ્રવ વધતાં સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાડીમાં ડ્રેનેજના આઉટલેટ તાકીદે બંધ કરવાની માંગ કરાઈ છે. પુણામાં સમ્રાટ સોસાયટીથી હસ્તિનાપુર સોસાયટી સુધીના વિસ્તારમાં પસાર થતી ખાડી ગંદકીથી ખદબદી રહી છે. ખાડીના બંને કિનારા પર મકાનો છે. કેટલીક જગ્યાઓ પર ખુબ મોટા પ્રમાણમાં કચરાના ઢગલા અને ગંદકી છે. જેથી ખાડીમાં વહેતુ પાણી અટકતા ગંદકી સાથે મચ્છરોનું સામ્રાજ્ય ઉભું થયું છે. સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. સ્થાનિકોએ તાકીદે ઉકેલ લાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શ કર્યું હતું.

હાલ ખાડીની સફાઈની કામગીરી ચાલુ છે
વર્ષો જૂની સમસ્યા છે. અહીં ખાડી કિનારે આવેલી 20થી વધુ સોસાયટીમાં ડ્રેનેજનું નેટવર્ક નથી. જેને લઇ સોસાયટીનું ડ્રેનેજનું પાણી સીધું ખાડીમાં આવે છે. મૂળ તો ડ્રેનેજ નેટવર્કનો પ્રશ્ન છે. હાલમાં પાલિકા દ્વારા ખાડીની સાફસફાઇ સાથે ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. - ડો. અજીત ભટ્ટ, નાયબ આરોગ્ય અધિકારી,મનપા, સુરત

અન્ય સમાચારો પણ છે...