તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ટેક્સટાઈલ માર્કેટના લીઝનો વિવાદી ઠરાવ રદ કરવા માંગ

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભૂતપુર્વ કોર્પોરેટરનું કમિશનરને આવેદન પત્ર

કોઈ પણ સરકારી-અર્ધ સરકારી સંસ્થાને પાલિકાની જમીન 29 કે 39 વર્ષના લીઝ ભાડાપટ્ટા પર આપી શકાય એવો ઠરાવ હોવા છતાં ધી સુરત ટેક્સટાઈલ માર્કેટ કો.ઓપ. શોપ્સ ઍન્ડ વેરહાઉસ સોસાયટી લિમિટેડને 99 વર્ષના લીઝ ભાડાપટ્ટા પર આપવાના શાસકોના નિર્ણયને તાકીદે રદ કરવા માટે સરકારમાં રિપોર્ટ કરવા પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાએ પાલિકા કમિશ્નરને આવેદન આપી રજૂઆત કરી છે.

સુરત ટેક્સટાઈલ માર્કેટ વાળી ટી.પી. 8 (ઉમરવાડા), રેવન્યુ સર્વે નં. 95,96 પૈકી વાળી આશરે 24,435 ચો.મી. સોનાના લગડી જેવી જમીન 52,250 રૂપિયા પ્રતિ ચો. મી. ના ભાવે 18 એપ્રિલ 2018 થી 50 વર્ષના સમયગાળા માટે ભાડાપટે (લીઝ) થી ફાળવણી કરવામાં આવી હતી. તાજેતરમાં જ શાસકોએ 99 વર્ષના ભાડાપટેથી ફાળવણી કરતા વિરોધ શરૂ થયો છે. આપનાં વિપક્ષી નેતા સહિત 3 નગરસેવકો પણ આ નિર્ણયના વિરોધમાં ઉપવાસ પર ઉતર્યા હતા. પૂર્વ નગરસેવક આ અંગે કમિશ્નરને આવેદન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો