અસરગ્રસ્તોની રજૂઆત:સુરતના લિંબાયતમાં સ્લમ વસાહતમાં નવી મુકાયેલી લાઈનદોરીમાં આવતાં 140 પરિવારની વૈકલ્પિક આવાસની માગ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા કચેરીએ પહોંચીને અસરગ્રસ્તોએ રજૂઆત કરી હતી. - Divya Bhaskar
પાલિકા કચેરીએ પહોંચીને અસરગ્રસ્તોએ રજૂઆત કરી હતી.
  • મકાન ફાળવાય પચી ડિમોલિશનની માગ કામગીરી કરવા રજૂઆત

સુરતના લિંબાયત ઝોનમાં અનવરનગર સ્લમ વસાહતમાં નવી લાઈનદોરી મુકાઈ છે. જેથી નવી લાઇનદોરીમાં આવતા 140 અસરગ્રસ્ત ગરીબ શ્રમિક પરિવારોના મકાન જશે. તેથી આ પરિવારોએ વૈકલ્પિક આવાસની ફાળવણી કરવા રજૂઆત કરી છે. નવા મકાન ફાળવાય પછી જ ડિમોલિશન કરવા માગ કરવામાં આવી છે.

વૈકલ્પિક વ્યવસ્થાની માગ
લિંબાયત ઝોનના અનવરનગર ખાતે વર્ષ 1984-85માં હાલનાં રીંગરોડ અને સિવિલ 4 રસ્તાથી પાંડેસરા-બમરોલી રોડનાં વિકાસ અર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત પરિવારને વૈકલ્પિક રેહઠાણની વ્યવસ્થાનાં ભાગરૂપે રીંગરોડથી સ્થળાતર કરીને ટી.પી. 6 આંજણામાં પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી. અનવરનગર વસાહતએ સુરત મહાનગરપાલિકા દ્વારા વસાવવામાં આવેલ વસાહત છે. અનવરનગરમાં રહેતા 140 પરિવારોને જ્યાં સુધી વેકલ્પિક આવાસ ફાળવવામાં આવ્યા બાદ જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

અન્યાય થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
અન્યાય થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.

અન્યાયના આક્ષેપ
પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ જણાવ્યું કે, સ્લમ વસાહતો સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરીને અસરગ્રસ્ત પરિવારોને પ્લોટ ફાળવણી કર્યા છે. સમયાંતરે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરનાં વિકાસ અર્થે છેલ્લા 20 વર્ષથી સ્લમ વિસ્તારનાં અસલગ્રસ્ત પરિવારોને ઇ.ડબલ્યુ.એસ. આવાસની ફાળવણી કરવામાં આવી રહી છે. જેમાં કોસાડ, ભેસ્તાન,વડોદ વિગેરેમાં આવેલા ઇ.ડબલ્યુ.એસ. આવાસો મુખ્ય છે.સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર અમારી સાથે આવો ભેદભાવપૂર્ણ અન્યાય કેમ કરવામાં આવી રહ્યું છે? એ અમોને સમજાતુ નથી.