તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:પગાર નહીં કાપવા માટે ખાનગી કોલેજોના 1500 પ્રોફેસરોની માંગ, આચાર્યોને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બાર ટકા ટયુશન ફી કાપના નિર્ણય પરત નહીં લેતા સુરત સહિત દક્ષિણ ગુજરાતની ખાનગી કોલેજોના 1500 પ્રોફેસરો એ હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ કરી રહ્યા છે. પ્રોફેસરોએ આચાર્યોને આવેદનપત્ર આપી પગાર નહીં કાપવાની માંગણી કરી છે.

શૈક્ષિક સંઘના ખાનગી કોલેજોના પ્રોફેસરોએ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોનાની મહામારી બાદ વિદ્યાર્થીઅોની સાથે વાલીઓને આર્થિક રાહત આપવા માટે યુનિવર્સિટીએ વીસ ટકા ટયુશન ફી કાપવાનો નિર્ણય લીધો છે. જોકે, યુનિવર્સિટીના આ નિર્ણયથી ખાનગી કોલેજોની આવકમાં ઘટાડો મળશે. તેવામાં જ આ ઘટાડાથી પ્રોફેસરોના પગાર બાબતે અનિશ્ચિતતા ઊભી થશે. જેથી કોલેજના વડા તરીકે સમગ્ર પ્રોફેસરોની તરફથી રજૂઆત કરવામાં આવે છે કે પગાર કાપવામાં ન આવે અને યુનિવર્સિટી બાર ટકા ટયુશન ફી કાપનો નિર્ણય પરત લેવાય માટે સિન્ડિકેટની સાથે યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવે. યુનિવર્સિટીએ પહેલા ટયુશન ફીમાં વીસ ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો.

જો કે, તેને કારણે ખાનગી કોલેજોના સંચાલકોને નુકશાન પહોંચતા તેમણે પ્રોફેસરોના પગાર પર કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો. આમ આ સ્થિતિને પગલે વિરોધ થતાં ફરી સિન્ડિકેટ બેઠક બોલાવવાની ફરજ પડી હતી. જેમાં નિર્ણયમાં સુધારો કરી બાર ટકા ટયુશન ફી કાપવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ નિર્ણયથી ફરી ખાનગી કોલેજના સંચાલકોને નુકશાન પહોંચતા તેમણે ફરી પ્રોફેસરોના પગાર કાપવાની તૈયારી કરી છે. તેવામાં જ આ વાતની જાણ શૈક્ષિક સંઘને થતા તેમણે તાકિદે નિર્ણયમાં ફરી સુધારો કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો