તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ફિનિશ્ડ કાપડની ડિલિવરી એક એપ્રિલથી નહીં લેવાય

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્કેટના વ્યાપારી એકતા મંચનો નિર્ણય
 • વીવર્સ-વેપારીઓ વચ્ચે નિવેડો હજુ ન આવ્યો

વ્યાપારી એકતા મંચની બુધવારના રોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણય 1 એપ્રિલથી ફિનિશ્ડ કાપડની ડિલિવરી નહીં લેવા નિર્ણય કર્યો હતો. ધારાધોરણનું પાલન નહીં કરતા અને વીવર્સ પાસે ગ્રે ખરીદી બારોબાર મિલમાં મોકલી આપતા વેપારીઓ પર દબાણ લાવવા સંગઠને 1 એપ્રિલથી મિલમાંથી ફિનીશ્ડ ન લેવા નક્કી કર્યું છે.વેપારીઓનું કહેવું છે કે, અત્યારે 60 ટકા ગ્રેની ડિલીવરી અટકી છે, પરંતુ 40 ટકા વેપારી હજુ પણ ગ્રે મંગાવી રહ્યાં છે. મિલોમાં ડાયરેક્ટ ગ્રે મોકલે છે.

મિલમાલિકો ગ્રે પર પ્રોસેસ કરી ફિનીશ્ડ માર્કેટમાં મોકલે છે. જો મિલમાલિકો ગ્રે લેવાનું બંધ નહીં કરશે તો 1 એપ્રિલથી ફિનીશ્ડની ડિલીવરી અટકાવી દેવામાં આવશે જેની અસર તમામ મિલોના કામકાજ પર પડશે. હજુ ચાર દિવસનો સમય છે, મિલમાલિકો ગ્રે લેવાનું બંધ કરી વેપારીઓને સપોર્ટ કરી શકે છે. એક મહિનાથી ધારાધોરણના મુદ્દે વીવર્સ અને વેપારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. વીવર્સ ડિલીવરી ચાર્જીસ માંગી રહ્યાં છે તો સામા પક્ષે વેપારીઓ વટાવ અને દલાલી મળી 6 ટકા માફીની માંગણી કરી છે. બંને પક્ષના સંગઠનો દ્વારા નિયમો બનાવાયા છે, પરંતુ કેટલાંક વેપારી અને વીવર્સ સંગઠનોની વાત સાંભળી રહ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો