તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગ પ્રિમિયર લીગ:ગેસનો બાટલો ડિલિવર કરતા પ્રવિણ ગુજરાત તરફથી રમશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શારજાહ ખાતે 8 થી 15 એપ્રિલ સુધી યોજાશે દિવ્યાંગ પ્રિમિયર લીગ, સુરતના 6 ખેલાડીઓની પસંદગી કરાઈ

દિવ્યાંગ ક્રિકેટે કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા 8થી 15 એપ્રિલ દરમિયાન શારજાહના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે દિવ્યાંગ પ્રિમિયર લીગ (ડીપીએલ)નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના વિવિધ રાજ્યના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમોના 90થી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જે 6 ટીમો ભાગ લઈ રહી છે એમાં ચેન્નઈ સુપર સ્ટાર, દિલ્હી ચેલેન્જર, કોલકાતા નાઇટ ફાઇટર્સ, મુંબઈ આઈડિયલ, ગુજરાત હિટર્સ અને રાજસ્થાન રજવાડાની ટીમો ભાગ લઈ રહી છે. સુરતના જે પણ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે એ બધા ગુજરાત હિટર્સને રિપ્રેઝેન્ટ કરશે.

આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિનના ધોરણે યોજાશે જેમાં બધી ટીમો એકબીજા સામે રમશે. ગુજરાત હિટર્સની ટીમમાં સુરતના સમીર ચૌહાણ, ચિરાગ ગાંધી, પ્રવિણ વાનખેડે, મહમુદ પટેલ, યાહ્યા પટેલ અને ઇમરાન મલેક સામેલ છે. ચિરાગ ગુજરાતનો કેપ્ટન છે. આ તમામ ખેલાડીઓ નોકરી કરવાવાળા છે. સમીર ચૌહાણ કેબલ ટેક્નિશિયનની નોકરી કરી ગુજરાન ચલાવે છે. પ્રવીણ વાનખેડે તો ગેસનો બાટલો ડિલવર કરે છે. એવો પણ એક સમય હતો જ્યારે એમની પાસે કોઈ નોકરી પણ ન હતી.

તેઓ ઇન્ડિયા માટે પણ રમી ચુક્યા છે. મહમુદ પટેલ ખેતાવાડી, ચિરાગ હોસ્પિટલમા ક્લર્ક છે. યાહ્યા ગામના ડેપ્યુટી સરપંચ તો ઇમરાન કેન્ટીન બોય તરીકે નોકરી કરે છે. ખેલાડીઓનું કહેવું છે કે, અમારા માંથી કેટલાક તો એવા પણ છે જેઓ ઇન્ડિયાની દિવ્યાંગ ટીમ માટે પણ રમી ચુક્યા છે. જે રીતે ઇન્ડિયાની મેઇન ટીમને પૈસા મળે છે એના 1 ટકા પણ અમને મળે તો અમે સારું જીવન જીવી શકીએ છીએ. હવે આ ટૂર્નામેન્ટ શરૂ થઈ છે. આશા છે કે ભવિષ્યમાં કઈંક સારું થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો