તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર્સ:સ્ટેશનથી 80 વર્ષીય વૃદ્ધ સહિત 125 મુસાફરોને ઘરે પહોંચાડ્યા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ કરફ્યુમાં ચેમ્બરની વાહન સેવા

રાત્રિ કરફ્યુમાં સુરત રેલવે સ્ટેશને આવતા સિનિયર સિટીઝન્સ, બાળકો અને મહિલા મુસાફરો કે જેઓની પાસે પોતાના વાહનની સગવડ નહીં હોય તેઓને તેમના ઘર સુધી પહોંચાડવા માટે ચેમ્બર દ્વારા વિના મૂલ્યે સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મંગળવારે રાત્રે 125 જેટલા મુસાફરોને તેમના ઘર સુધી વ્યવસ્થિત પહોંચાડવામાં આવ્યા હતા. આ અભિયાન ચેમ્બર દ્વારા કાર્યરત રાખવાનો નિર્ણય કરાયો છે.

સ્ટેશનથી મુસાફરોને આપવામાં આવેલી સેવામાં પાંડેસરારહેતાં એક 40 વર્ષિય મહિલા કે જેઓ પોતાના પરિવાર સાથે સંપર્ક કરી શક્યા નહીં હતા, મુંબઈથી સુરત આવેલી 4 નાની બાળાઓ, કામરેજના એક પરિવાર સહિત 80 વર્ષના એક દિવ્યાંગ વૃદ્ધ સહિતના પરિવારના 8 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. મંગળવારથી ચેમ્બર દ્વારા શરૂ થયેલી સેવાકાર્યમાં ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડિયા, ઉપપ્રમુખ આશિષ ગુજરાતી સહિત ગૃપ ચેરમેન દિપક શેઠવાલા, ડો. અનિલ સરાવગી, બિજલ જરીવાલા, રાકેશ જૈન સહિતના આગેવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ સાથે મળીને ચેમ્બર ઓફ કોમર્સ 500 જેટલા બેરીકેટ્સની ભેટ પોલીસ દળને પુરી પાડશે.

અન્ય સમાચારો પણ છે...