તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'આપ'નો રોડ-શો:સુરતમાં શક્તિપ્રદર્શન, કેજરીવાલના રોડ શોમાં 'સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે'ના સુત્રોચ્ચાર, ઠેર-ઠેર પુષ્પવર્ષાથી વધામણાં

સુરત2 મહિનો પહેલા
રોડ-શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
  • સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ કરી રોડ-શોની શરૂઆત કરાઈ હતી
  • સરથણા તક્ષશિલા આર્કેડ ખાતે રોડ-શોની પૂર્ણાહુતિ કરવામાં આવી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ 'આપ'ના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કર્યું હતું. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. જેથી પાટીદાર આંદોલન જેવો માહોલ સર્જાયો છે અને આખું વરાછા ચક્કાજામ થઈ ગયું હતુૂં. કેજરીવાલે રોડ-શોમાં કહ્યું હતું કે હું સુરતના લોકોનો આભાર માનવા આવ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન કાઠિયાવાડી એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ ખોબેખોબા ભરીને મત આપીને આમઆદમી પાર્ટીને ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે.

પાટીદારોનું જબરજસ્ત જનસમર્થન મળ્યું
અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે રોડ દરમિયાન અલગ અલગ સ્થળ ઉપર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડિલો, મહિલાઓ અને બાળકો કેજરીવાલને જોવા માટે રસ્તા ઉપર બંને તરફ ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરો સુરત શહેરની જનતાને અવિરત સેવા કરશે પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી. રોડ-શો દરમિયાન દિલ્હીમાં જે રીતે આરોગ્ય શિક્ષણની સેવા આપવામાં આવી રહી હતી તેવી જ રીતે આગામી દિવસોમાં સુરતમાં પણ લોકોને પ્રાથમિક સુવિધા મળે એ પ્રકારના કામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કરશે પ્રકારની જાહેરાતો કરવામાં આવી રહી હતી.

માનગઢ ચોક લોકોથી ઉભરાયો.
માનગઢ ચોક લોકોથી ઉભરાયો.

રોડ-શો વરાછા વિસ્તારથી પુણા વિસ્તાર તરફ આગળ વધ્યો
અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ-શો વરાછા વિસ્તારમાં થઈને આગળ વધ્યો હતો. હીરાબાગ સર્કલ, કાપોદ્રા, રચના સર્કલ થઈને આગળ વધ્યો હતો. ધીરે-ધીરે અરવિંદ કેજરીવાલનો કાફલો વરાછા વિસ્તારથી પુણા વિસ્તાર તરફ આગળ વધ્યો હતો. મોટી સંખ્યામાં લોકો વાહનો સાથે રોડ શોમાં જોડાવાના કારણે સમગ્ર વિસ્તારની અંદર ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ હતી.

'આપ'નું શક્તિપ્રદર્શન.
'આપ'નું શક્તિપ્રદર્શન.

સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રોડ-શોની શરૂઆત કરી
કેજરીવાલ 8:15 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ સર્કિટ હાઉસમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે સંગઠન મંત્રીના ઘરે ભોજન કર્યું હતું. ત્યાર બાદ સુરતના (વરાછા)મિનીબઝાર માનગઢ ચોકથી રોડ-શોમાં જોડાયા હતા. રોડ શોની શરૂઆત મિનીબજાર (માનગઢ ચોક) સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ આપી કરાઈ હતી. ત્યાર બાદ હીરાબાગ, રચના સર્કલ, કારગિલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પૂર્ણાહુતિ અને જનસભા સંબોઘન કરી હતી. સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નીકળી જશે.

લોકો ટેરેસ અને રૂમમાંથી જોવા ઊમટી પડ્યા.
લોકો ટેરેસ અને રૂમમાંથી જોવા ઊમટી પડ્યા.

મકાનની છત પર લોકો ઊમટ્યા
કેજરીવાલને ખુલ્લા આઈસરમાં નીકળેલા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. મિનીબજાર સહિતના વિસ્તારોમાં મકાનની છત પર લોકો ઊમટી પડ્યા હતા. રસ્તા પર પણ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યાં હતાં. રસ્તા પરથી નીકળેલા રોડ શો પર છત પરથી લોકોએ ફૂલોની વર્ષા પણ અમુક જગ્યાએ કરી હતી.

લોકોનો જુવાળ જોઈને કેજરીવાલ ખુશ થઈ ગયા.
લોકોનો જુવાળ જોઈને કેજરીવાલ ખુશ થઈ ગયા.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
વરાછા વિસ્તારમાં નીકળેલા રોડ શોમાં મોટી સંખ્યામાં આમઆદમી પાર્ટીના કાર્યકરો અને સામાન્ય લોકો ઊમટી પડ્યા હતા, જેથી કોરોના ગાઈડલાઈન્સ અને સોશિયલ ડિસ્ટન્સનો જાહેરમાં ભંગ થતો જોવા મળ્યો હતો. રોડ શોમાં કેજરીવાલે માસ્ક બાંધ્યું નહોતું. આ સાથે જ 'આપ'ના ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ કેજરીવાલ સાથે આઈસર પર જ સાથે હતા. એકાદ વ્યક્તિને બાદ કરતાં આઈસર પર સવાર લોકોએ પણ માસ્ક પહેર્યાં નહોતાં.

કેજરીવાલને જોવા લોકો અગાશી પર ચડ્યા.
કેજરીવાલને જોવા લોકો અગાશી પર ચડ્યા.

ઉજવણીમાં માસ્ક પણ ભુલાયાં
વરાછા મેઈન રોડ પર નીકળેલા આમઆદમી પાર્ટીના રોડ શોમાં કાર્યકરો પણ જાણે કોરોનાને વીસરી ગયા હોય એ રીતે એને ભૂલીને માસ્ક વગર નિડરતાથી હરતાફરતા જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણ હાલ બમણી ઝડપે વધી રહ્યું છે ત્યારે આમઆદમી દ્વારા યોજાયેલા રોડ શોમાં કાર્યકરો, નેતાઓ અને લોકો દ્વારા દાખવવામાં આવેલી લાપરવાહીથી ફરી કોરોનાનું સંક્રમણ વધે એવી આશંકા સેવાઈ રહી છે.

વરાછા વિસ્તારમાં જ 'આપ'ને વધુ સીટ મળતાં લોકોમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો છે.
વરાછા વિસ્તારમાં જ 'આપ'ને વધુ સીટ મળતાં લોકોમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો છે.

કોર્પોરેટર સાથે ચર્ચા કરી
સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટા વરાછા ખાતે આમ આદમી પાર્ટીના વિજય થયેલા કોર્પોરેટર તેમજ જેટલા પણ ઉમેદવારો આપ પક્ષ તરફથી ઉમેદવારી કરી હતી તેમની સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી.

હિરાબાગ સર્કલ પર રોડ-શો પહોંચતા ટ્રાફિકજામ સર્જાયો.
હિરાબાગ સર્કલ પર રોડ-શો પહોંચતા ટ્રાફિકજામ સર્જાયો.
રોડ-શો વરાછાથી પુણા તરફ આગળ વધ્યો.
રોડ-શો વરાછાથી પુણા તરફ આગળ વધ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો