તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:દિલ્હીગેટ: પોલીસ પર કાર લઇને ધસી જનાર 3ના જામીન નામંજૂર, આરોપી ગર્ભધારણની નકલી દવા આપતા હતા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિલ્હીગેટ ખાતે ચેકિંગ દરમિયાન પોલીસ પર કાર લઇને ધસી જનારા ત્રણ આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. સરકાર તરફે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી. આ કેસમાં તપાસ દરમિયાન બહાર આવ્યુ હતુ કે આરોપીઓ અન્યો સાથે મળીને ગર્ભ ધારણની દવાઓ આપતા હતા અને તેના આધારે ગર્ભ રહ્યું હોવાનો ખોટો રિપોર્ટ પણ આપતા હતા.

આ રીતે અનેક લોકો સાથે છેતરપિંડી પણ કરી હતી. તા. 21-11-2020ના રોજ ફરિયાદી પોલીસ હે.કો દિલ્હી ગેટ ખાતે ફરજ પર હતા ત્યારે કારને અટકાવવાનો પ્રયાસ કરતા ઉભી રહી ન હતી અને પોલીસકર્મીને 300 મીટર સુધી લઇ જઈ રોડ પર ફંગોળી દીધો હતો. આ કેસમાં આરોપી ગિરિશ બોરકર, ભગતસિંગ પાટીલ અને સુનિલગીરી ગોસ્વામીના જામીન નામંજૂર થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો