કેજરીવાલ ગુજરાત આવશે:AAP દ્વારા યોજાયેલી પરિવર્તન યાત્રાના સમાપન પ્રસંગે 6 જૂને દિલ્હીના મુખ્યમંત્રી મહેસાણા આવશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોપાલ ઈટાલિયાએ અરવિંદ કેજરીવાલના કાર્યક્રમની વિગતો આપી હતી. - Divya Bhaskar
ગોપાલ ઈટાલિયાએ અરવિંદ કેજરીવાલના કાર્યક્રમની વિગતો આપી હતી.
  • પરિવર્તન યાત્રામાં લાખો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આમ આદમી પાર્ટીના સંપર્કમાં આવ્યાઃ ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી પરિવર્તન યાત્રાનું આગામી 6 જૂનના રોજ સમાપન થવાનું છે. મહેસાણામાં સમાપન થનારી આ યાત્રાના કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવવાના છે. આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતમાં મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, ભ્રષ્ટાચાર જેવી મહત્ત્વની બાબતો પર શ્રેષ્ઠ કામ કર્યું છે. સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધારી ને આખા દેશનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે. આજે દેશભરના લોકો માને છે કે, સરકાર આમ આદમી પાર્ટી જેવી હોવી જોઈએ અને નેતાઓ અરવિંદ કેજરીવાલ જેવા હોવા જોઈએ. ગુજરાતમાં પણ લોકો ભાજપ અને કોંગ્રેસને મત આપીને થાકી ગયા છે. પરંતુ, મજબૂત વિકલ્પ અને પ્રામાણિક નેતાના અભાવે લોકો કોંગ્રેસને મત આપતા ન હતા. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પુરી તાકાત સાથે સંગઠન નિર્માણમાં લાગેલી છે.

છ રૂટ પર યાત્રા નીકળી
ગુજરાતની જનતાના મનમાં એક આશા જાગી છે કે, હવે કંઈક સારું થવાનું છે, કંઈક બદલાવ આવવાનો છે. પરિવર્તનની આ ભાવનાને આમ આદમી પાર્ટી સાથે જોડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 20 દિવસથી સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ પરિવર્તન યાત્રા ગુજરાતની તમામ વિધાનસભાઓમાં છ અલગ-અલગ રૂટ પરથી પસાર થઈ હતી. આ પરિવર્તન યાત્રામાં લાખો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આમ આદમી પાર્ટીના સંપર્કમાં આવ્યા હતા. અને આ કારણે લાખો લોકો અરવિંદ કેજરીવાલ ના કામ અને વિચારોથી પ્રભાવિત થયા છે. આ લાખો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે.

કેજરીવાલનો કાર્યક્રમ
અરવિંદ કેજરીવાલ 6 જૂને બપોરે 3:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી, સીધા મહેસાણા સર્કિટ હાઉસ જશે. સર્કિટ હાઉસ ખાતે ટુંકા રોકાણ બાદ તેઓ આમ આદમી પાર્ટી, ગુજરાત દ્વારા આયોજિત ભવ્ય ત્રિરંગા યાત્રામાં ભાગ લેવા માટે રવાના થશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં મહાત્મા ગાંધી મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર થી સાંજે 5:30 કલાકે ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળશે. અરવિંદ જી ત્રિરંગા યાત્રા દરમિયાન જ જનતા ને સંબોધિત કરશે. આમ આદમી પાર્ટી વતી હું ગુજરાતના તમામ નાગરિકોને, તમામ કાર્યકરોને, તમામ પ્રેસ મીડિયાના ભાઈઓ-બહેનો ને અને મહેસાણાના નગરજનો ને આ ત્રિરંગા યાત્રામાં જોડાવા વિનંતી કરું છું.ત્રિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ અરવિંદ કેજરીવાલ જી મહેસાણા સર્કિટ હાઉસમાં થોડો સમય રોકાશે અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.

ભાજપમાં ભય ફેલાયો
ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગમન અને આમ આદમી પાર્ટી વધુ મજબૂત થતાં ભારતીય જનતા પાર્ટીમાં ભય નું વાતાવરણ ફેલાયું છે. તેથી જ તેઓ ગુંડાગીરી કરે છે, અમારા પોસ્ટરો ફાડી નાખે છે, અમારા બેનરો ફાડી નાખે છે, અમારા ઝંડા ઉતારે છે, યાત્રા અને રેલીની મંજૂરી આપતા નથી, અમારા કાર્યકરો સામે ખોટી FIR નોંધે છે અને ડર બતાવે છે.ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી સાથે છે અને તેથી જ ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે. ગુજરાતની જનતાએ શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, કૃષિ, રોજગાર, ભ્રષ્ટાચાર અને સુશાસન જેવા મુદ્દાઓ પર પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે અને આ સાથે હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવું છું.

અન્ય સમાચારો પણ છે...