GST વિભાગનો નવો કીમિયો:GST ભરવામાં વિલંબ થશે તો દંડની રકમ વેપારીના ખાતામાંથી કપાઈ જશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારીઓ પાસે ટેક્સ-રિટર્ન સમયસર ભરાવવા જીએસટીનો નવો કીમિયો
  • અગાઉ વેપારીઓ દંડની રકમ ભરતા ન હતા ત્યારે વસૂલી શક્ય બનતી ન હતી

જીએસટી લાગુ થયા બાદ અનેક વેપારીઓ સમયસર રિટર્ન અને ટેક્સ સમયસર ભરતા ન હોય ડિપાર્ટમેન્ટ દંડની વસૂલાતનો નિયમ લાગુ કર્યો હતો પરંતુ અનેક વેપારીઓ આ રકમ ભરતા ન હોય અને જીએસટી પણ તેની કડક વસૂલાત કરી શકતો ન હોય વેપારીઓ છટકી જતા હતા. પરંતુ તાજેતરમાં જ જીએસટીએ વેપારીઓના લેજર એકાઉન્ટમાંથી જ દંડની વસૂલાત કરવાનું નક્કી ર્કયું હોય આવા વેપારીઓને નવા વર્ષમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

જીએસટી આરવન હોય કે 3-બી રિટર્ન. વેપારીઓએ સીધા પોતાના લેજર એકાઉન્ટમાંથી ટેક્સ ભરી દેતા હતા જેમાં એવા વેપારીઓનો પણ સમાવેશ થતો હતો જેઓ રિટર્ન-ટેક્સ સમયસર કરતાં હતા નિયમ મુજબ તો રિટર્ન ભરતી વખતે વેપારીના એકાઉન્ટમાંથી દંડની રકમ વસુલવી જોઈએ, પરંતુ અધિકારીઓ લેજર એકાઉન્ટમાંથી બારોબાર રૂપિયા વસૂલી શકતા ન હતા. આથી અનેક વેપારીઓ ચાલાકી વાપરીને ફટાફટ રિટર્ન-ટેક્સ ભરી જતા હતા.

એકાઉન્ટમાં અગાઉથી જ રકમ માઇનસમાં દેખાશે
હવે દંડની રકમ વસૂલવા જીએસટીએ વેપારીઓના લેજર એકાઉન્ટમાં પણ એવી સિસ્ટમ ગોઠવી છે જેનાથી દંડની રકમ પહેલેથી માઇનસમાં બતાવશે. આથી વેપારી જેવા ટેક્સ માટે રૂપિયા એકાઉન્ટમાં ભરશે કે તરત જ તેમાંથી દંડની રકમ કપાઇ જશે. સીએ નારાયણ શર્મા અને દીપ ઉપાધ્યાય કહે છે કે નવી સિસ્ટમથી ઈમાનદાર વેપારીઓને કોઈ પરેશાની નથી. તેઓ સામેથી દંડ ભરી દેતા હોય છે. નોંધનીય છે કે, શહેરમાં વેપારીઓ પાસેથી દંડ પેટે જીએસટીએ 40 લાખ લેવાના થાય છે.

એકાઉન્ટમાં વધુ રૂપિયા રાખતા જ નથી
જીએસટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે લેજરમાંથી ટેક્સ ભરતી વખતે વેપારીઓ આમાં બેલેન્સ રાખતા નથી. જેટલો ટેક્સ ભરવાનો હોય એટલા જ રૂપિયા એકાઉન્ટમાં રખાય છે.

અન્ય સમાચારો પણ છે...