ભાજપમાં ચાલતી જુથબંધીએ લોકો માટેનું વિકાસ કામ પણ અદ્ધરતાલ થઈ ને રહી ગયું છે, સરદાર બ્રિજ નીચે અડાજણ તરફના છેડે શ્રી સ્વામિનારાયણ ઉદ્યાન સહિતની જગ્યા છેલ્લા ઘણાં વર્ષોથી ઉજ્જડ થઈ ગઇ છે ત્યાં પારાવાર ગંદકી અને અસામાજિક તત્ત્વોનું ન્યુશન્સ વધતાં સ્થાનિકોએ ડેવલમપેન્ટની માંગ પણ કરી હતી.
પરંતુ પાલિકા વહિવટી તંત્રએ બ્રિજ નીચેના વિસ્તારને 1.50 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવાની દરખાસ્ત કરી શાસકોની મંજુરી માંગી હતી પરંતુ દરખાસ્ત મુલતવી કરી દેવાઈ હતી તેને પણ મહિનાનો સમય થઈ જતાં વિકાસ કામ અટવાયું છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય એવાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કમિશનર બંછાનિધિ પાની ઝોનલ ચિફ ને તેડાવી તેમના સ્થાનિક અગ્રણીઓ સાથે સ્થળ મુલાકાત લેવી પડી હતી.
દરખાસ્ત મુલતવીનો મહિનો થયો છતાં નિર્ણય નહીં
લોકોના પડતર પ્રશ્નના ઉકેલ માટે તંત્રે સરદાર બ્રિજ નીચે અડાજણ તરફના છેડે બ્યુટીફિકેશન કરવા માટે દરખાસ્ત તૈયાર કરી હતી ગાર્ડન સહિત બ્યુટિફિકેશનના વિકાસ કામ કરવા 1.50 કરોડની જોગવાઈ છે આ કામ ને શાસકોની મંજૂરી માટે રજૂ કરાયું પરંતુ જાહેર બાંધકામ સમિતિ ની બેઠકમાં મંજુરી અપાઈ ન હતી સ્થળ મુલાકાત નું કારણ દર્શાવી મુલતવી કરી દેવામાં આવ્યું હતું.
પૂર્ણેશ મોદીની ઓફીસ છતાં કામગીરી નહીં
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આ વિસ્તારમાં લોક સંપર્ક માટેની ઓફીસ પણ આવી છે તેમ છતાં બ્યુટીફિકેશનની દરખાસ્ત મુલતવી કરી દેવાઈ હોય ને અંદરો અંદર જુથ બંધીએ કામ મંજુર નહી થયું હોવાની ચર્ચા વચ્ચે ભાજપનું જ ખરાબ દેખાય રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.