ડોમ માટે ડ્રામા:નવરાત્રી માટે સરસાણા કન્વેન્શન હોલની ટેન્ડર પ્રક્રિયામાં ખામી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્ડરની ફ્લોર પ્રાઇઝમાં વધારો કરવાનો હોવાથી આજે મિટિંગ બાદ નિર્ણય
  • સુરતના બે અને મુંબઈના એક આયોજકે હોલ ભાડે મેળવવા ટેન્ડર ભર્યાં હતાં

સરસાણા કન્વેશન સેન્ટરમાં એશિયાની સૌથી મોટી ઈન્ડોર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેથી આ ડોમની ડિમાન્ડ પણ વધારે હોય છે. સરસાણા ખાતે આવેલો કન્વેશન હોલ સાર ઈન્ફ્રાક્રોમ ટ્રસ્ટની માલિકિનો છે. જેમાં નવરાત્રી માટે દર વર્ષે ડોમ ભાડે આપવા માટે હરાજીનું રાબેતા મુજબ આયોજન કરવામાં આવે છે. જો કે, કોરોનાને કારણે છેલ્લાં 2 વર્ષથી નવરાત્રીનું આયોજન થઈ શક્યું નથી. શહેરની સોસાયટીઓમાં માત્ર છૂટાવાયા આયોજનો થયા હતા. ત્યારે આ વર્ષે મોટા આયોજકો સરસાણા ડોમ ભાડે લેવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

સરસાણા ડોમ ભાડે આપવા માટે સાર ઈન્ફ્રાકોન ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરતના બે નવરાત્રી આયોજકો અને એક મુંબઈના નવરાત્રી આયોજક દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. જો કે, નિયમો અને શરતોમાં ખામી હોવાથી હવે મંગળવારે મિટિંગ કરીને નિર્ણય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ટેન્ડર પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ પૂરો થયો છે
સરસાણા ડોમને નવરાત્રી માટે ભાડે આપવાના મુદ્દે સાર ઈન્ફ્રાકોન ટ્રસ્ટના ડિરેક્ટર ભરત ગાંધી કહે છે કે, ‘આ માટેનો ટેન્ડરનો પહેલો રાઉન્ડ પુરો થઈ ગયો છે. જો કે, ફ્લોર પ્રાઈઝમાં વધારો કરવાનો હતો. આ ઉપરાંત જેટલા ટેન્ડર ભરનારા હતાં તેમની ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ખામી પણ હતી. હવે આવતીકાલે એટલે કે મંગળવારે આ મામલે મિટિંગ કરીને ફાઈનલ નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...