રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઇ આજે સુરત સેશન્સ કોર્ટમાં બચાવ પક્ષે દલીલ કરી હતી. બે કલાક સુધી દલીલ કર્યા બાદ વધુ દલીલો રજૂ કરવા માટે કોર્ટે 13 માર્ચની તારીખ આપી છે.
રાહુલ ગાંધી માનહાની કેસ
વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અલગ અલગ ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી. જેમાં રાહુલ ગાંધીએ એક જાહેર સભામાં તમામ ચોરોની અટક મોદી કેમ હોય છે આ બાબતનું નિવેદન આપ્યું હતું. જેને લઈને સુરતના ધારાસભ્ય દ્વારા માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બચાવ પક્ષ દ્વારા આજે માનહાની કેસમાં બે કલાક સુધી દલીલો કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સામે કાઢવામાં આવેલો સમન્સ લિગલ ન હોવાની દલીલો કરી હતી.
બચાવ પક્ષની દલીલો
રાહુલ ગાંધીના વકીલ દ્વારા સેશન કોર્ટમાં માનહાની કેસમાં રાહુલ ગાંધી સામે કોર્ટે જે સમન્સ કાઢવાનો હુકમ કર્યો હતો. તે લીગલ ન હોવાની દલીલ કરવામાં આવી હતી. કોર્ટે ઇન્કવાયરી કર્યા વગર રાહુલ ગાંધી સામે સમન્સ કાઢ્યો હોવાની દલીલ કરી હતી. તેમજ પૂર્ણેશ મોદી દ્વારા જે ફરિયાદ રાહુલ ગાંધીના વિરોધ દાખલ કરવામાં આવી છે તે ફરિયાદ તેઓ દાખલ કરી શકે નહીં એ પ્રકારની દલિલ બચાવ પક્ષે કરી હતી. ભાષણમાં જે શબ્દો બોલાયા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બોલવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે કોઈ ફરિયાદ નોંધાવી નથી. રાહુલ ગાંધીએ આ નિવેદન સુરત જ્યુરિડીક્શનની હદમાં બોલાયા નથી. પૂર્ણેશ મોદી માત્ર મોદી સમાજના હોવાથી તેઓ આ ફરિયાદ કરી શકે નહીં એ પ્રકારની દલીલ રજૂ થઈ છે. બચાવ પક્ષે બે કલાકની દલીલ રજૂ કર્યા બાદ કોર્ટે વધુ સુનાવણી માટે 13મી માર્ચ તારીખ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.