તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Deepikaben, A Nurse At Surat Civil Hospital, Has Been Away From Children For A Year And A Half; The Nurse's Duty Is To Serve The Patient, To Stay Away From Her Own Children

વુમન એટ વર્ક:સુરત સિવિલ હોસ્પિટલનાં નર્સ દીપિકાબેન સવા વર્ષથી બાળકોથી દૂર; નર્સની ફરજ, દર્દીની સેવા કરવી, પોતાનાં જ સંતાનોથી દૂર રહેવું

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ-પત્ની બન્ને કોરોના ડ્યુટીમાં હોવાથી સંતાનોને ગામ મોકલી દીધાં
  • પિતા સમાન સ્વજનને ગુમાવ્યાં, જાતે સંક્રમિત થયા છતાં ડ્યુટી કરી

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સ તરીકે છેલ્લાં 12 વર્ષથી ફરજ બજાવતા દીપિકા પટેલ સવા વર્ષથી પોતાના બાળકોને મળ્યા નથી. દીપિકા પટેલ નર્સ તરીકે ફરજ બજાવે છે તો તેમના પતિ સુરતમાં પોલીસ કર્મચારી તરીકે સેવા આપે છે. પોતાના બાળકોની હૂંફથી અને પતિના સહયોગથી કોરોનામાં એક પણ રજા લીધા વગર સતત પોતાની ફરજ નિભાવી રહ્યાં છે.

પતિ-પત્ની બંને કોરોનામાં ડયુટી કરતા હોવાથી પોતાના બંને બાળકોને ગામ મોકલી દીધાં હતા. જેમાં એક 4 વર્ષની દીકરી અને એક 8 વર્ષની દીકરી છે. જેઓ સવા વર્ષથી માતાથી દૂર ગામ રહે છે. કોરોનાકાળમાં પોતાના પિતા સમાન માસાને ગુમાવ્યાં. માસા સાથે જ તેઓ રહ્યાં હતાં. જેથી માસાનું મૃત્યુ થવાથી તેમને આઘાત લાગ્યો હતો. તે છતા બીજા જ દિવસે પોતાની ડયુટી પર હાજર રહીને દર્દીની સેવા કરવા લાગ્યાં હતા. તેમજ ડયુટી વખતે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

4 વર્ષની પુત્રી રોજ પૂછે, મમ્મી ક્યારે આવશો?
દીપિકા પટેલે જણાવ્યુ હતું કે મારાં બાળકોને મળવાની ઘણી ઈચ્છા થાય છે. 4 વર્ષની નાના બાળકી તો રોજ ફોન કરીને કહે છે “મમ્મા તમે કયારે મને લેવા આવશો?” કયારેક તો મહિના સુધી તેમને જોઈ પણ શકતી નથી. હું ઘણીવાર તેમને યાદ કરીને રડી પડું છું. પરંતુ કોરોનાથી દૂર રાખવા માટે તેમને મારાથી દૂર મોકલવું જરૂરી જ છે. હોસ્પિટલમાં ડયુટી પર હોવ ત્યારે દર્દીને જોઈને પરિવાર ભૂલી જવાય છે. 12 વર્ષમાં કયારેય ન જોવા હોય તેવા દ્રષ્યો જોયા છે.

અન્ય સમાચારો પણ છે...