તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:1988માં દીપક આફ્રિકાવાલાએ જન જાગરણ આંદોલન ચલાવી ઘરે ઘરે જઈ 11111 શિલાઓનું પૂજન કરાવેલું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામ મંદિર માટે થયેલી ચળવળ વખતે દીપક આફ્રિકાવાળા અડવાણીની સાથે રહ્યા હતાં.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
રામ મંદિર માટે થયેલી ચળવળ વખતે દીપક આફ્રિકાવાળા અડવાણીની સાથે રહ્યા હતાં.(ફાઈલ તસવીર)
  • 1990માં રામ ઉત્સવ બાદ પૂજન કરેલી શિલાઓને અયોધ્યા મોકલી આપી હતી
  • હાલમાં આમંત્રણ ન મળતાં કિલો ચાંદીની ઈંટ,નવગ્રહ અયોધ્યા મોકલી આપ્યા છે

અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ થયો છે ત્યારે સુરતમાં રહેતા પૂર્વ નગર સેવક દીપકભાઈ આફ્રિકાવાલાએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિર બનાવવા માટે અગાઉ આંદોલનમાં સહભાગી થઈ શહેરની જવાબદારી સંભાળી હતી. 1988માં ઘરે ઘરે જઈને જન જાગરણ આંદોલન ચલાવી 11111 શિલાઓનું પૂજન કરીને 1990માં અયોધ્યા મોકલી હતી. આજે અયોધ્યામાં શિલાન્યાસ પ્રસંગે પણ તેમના તરફથી એક કીલો ચાંદીની ઈંટ તથા હીરા પન્ના માણેક મોતી સહિતના નવગ્રહની રામજી મંદિર બાલાજી રોડ મુકામે ગિરવાન મહારાજ પાસે દીપકભાઈ અને તેમના ધર્મપત્ની જાગૃતીબેન આફ્રિકાવાલાએ પૂજા અર્ચના કરી આ ચાંદીની ઈંટ તથા નવગ્રહ અયોધ્યા મોકલી આપ્યા છે.

ચલો અયોધ્યાનો નારો ચલાવેલો
1988માં ચલો અયોધ્યા આંદોલન ચાલુ થયું હતું. ઘરે ઘરે જઈ ઈંટોનું પૂજન કરીને તે તમામ ઈંટો એકઠી કરીને પછી સામૂહિક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શિલાનું પૂજન કર્યું હતું. 1990માં આ તમામ ઈંટો રામજન્મ સ્થળ અયોધ્યા મોકલી આપવામાં આવી આવી હતી. ચલો અયોધ્યા અડવાણીજીના નેતૃત્વમાં રથયાત્રામાં પણ આફ્રિકાવાલા જોડાયા હતાં. રેલીમાં રામનો ડ્રેસ પહેરી રામ બનીને ફર્યા હતાં. હાથમાં ધનુષ બાણ સાથે તે વખતના નેતાઓ પણ તેમની સાથે જોડાયા હતાં.

આજે સ્વપ્ન સાકાર થયું
દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું હતું કે, એ વખતે અધુરૂ રહી ગયેલું સ્વપ્ન આજે સાકાર થયું છે. ભગવાન રામની પ્રતિમા મંદિરમાં બિરાજમાન થશે એ કરોડો હિન્દુઓનું સ્વપ્ન હતું તે પુરૂં થવા જઈ રહ્યું છે. જેથી શિલાન્યાસની સાથે દીપક આફ્રિકાવાલાએ પોતાના ઘરે અને ઓફિસે મીઠાઈ વહેંચી તથા ફટાકડા ફોડી ઉજવણી કરી છે.