શહેરના ડાંઈગ પ્રોસેસિંગ એકમોમાંથી નિકળતા પાણીથી પાણી, જમીન તેમજ વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે દરેક ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સીઈટીપી બનાવાયા છે. પાંડેસરા સીઈટીપીના 127 એકમો, જેમાં 118 પ્રોસેસિંગ ડાંઈગ મિલ અને 10 કેમિકલ મિલોમાંથી પાણી આ પ્લાન્ટમાં ટ્રીટેમેન્ટ થવા માટે ઠાલવવામાં આવે છે.
આ પ્લાન્ટમાં 100 એમએલડી પાણી શુદ્ધ કરવાની ક્ષમતા છે, જેની સામે હાલમાં રોજનું 70 એમએલડી એટલે કે 7 કરોડ લિટર પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. પહેલાં પ્રાઈમરી ટ્રીટમેન્ટ થાય છે, જેમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરાયા બાદ સેકન્ડરી ટ્રીટમેન્ટમાં બાયોલોજિકલ પદ્ધત્તિથી પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન ઔદ્યોગિક એકમોમાં ઘટી ગયેલું પ્રોડક્શન હવે ફરી પાટે ચડી રહ્યું છે ત્યારે આ પ્લાન્ટમાં પણ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.
પ્રોપર રીતે ટ્રીટમેન્ટ થાય છે
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ અને સીઈટીપીના મેમ્બર જીતેન્દ્ર વખારિયા કહે છે કે, ‘મિલોના પાણીથી પ્રદૂષણ ન વધે તે માટે મિલોનું પાણી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક દ્વારા આ સીઈટીપી પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. તેની પ્રોપર રીતે ટ્રીમેન્ટ કરવામાં આવે છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.