તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્સટાઈલ ઉદ્યોગ:વેપારીઓ ઓર્ડર પુરતો જ માલ તૈયાર કરતાં હોવાથી યાર્નની ખરીદીમાં ઘટાડો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગયા વર્ષે કોરોનાની મહામારી અને અલગ અલગ દેશોના વેપાર સંગઠનો દ્વારા અમલમાં મુકવામાં આવેલા વિવિધ ઉપાયોને કારણે મંદ પડેલો ટેક્સટાઈલ ઉદ્યોગમાં અને ખાસ કરીને વૈશ્વિક યાર્ન વેપારમાં તેજી જોવા મળી હતી.

જો ત્રીજી લહેર આવશે તો પ્રોડક્શન કરાયેલો માલ વેચાશે નહીં તેવો વેપારીઓને ડર હોવાને કારણે વેપારીઓ ઓર્ડર પ્રમાણે જ માલનું પ્રોડક્શન કરી રહ્યા છે. જેને કારણે યાર્નની ખરીદીમાં ઘટાડો થયો છે. વેપારીઓના મતે હાલ સુરતમાં યાર્ન ખરીદીમાં 20 ટકાથી વધારાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં જેટલા પોલીએસ્ટર યાર્નનો ઉપયોગ થાય છે તેમાંથી 40 ટકા યાર્ન સુરતમાં ઉપયોગ થાય છે. સાથે સુરતમાં નાયલોન અને વિસ્કોસ યાર્નનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. વૈશ્વિક કક્ષાએ જૂન 2021માં યાર્ન વેપારને અસર થવાની શરૂઆત થઈ હતી. જેમાં ખાસ કરીને કાપડનું ઉત્પાદન કરતાં ભારત, બાંગ્લાદેશ, ચીન, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને અન્ય પૂર્વના દેશોમાં યાર્નના ઉપયોગમાં ઘટાડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...