કોરોના સુરત LIVE:સંક્રમણમાં ઘટાડો પણ મૃત્યુ યથાવત, 14 કેસના ઘટાડા સાથે નવા 80 કેસ અને જિલ્લામાં એકનું મોત

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસ ઘટવા છતાં પાલિકા દ્વારા રસી આપવાનું યથાવત રખાયું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના કેસ ઘટવા છતાં પાલિકા દ્વારા રસી આપવાનું યથાવત રખાયું છે.(ફાઈલ તસવીર)
  • અત્યાર સુધીમાં શહેર જિલ્લા કુલ 204587 કેસ નોંધાયા છે

સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુની સંખ્યા યથાવત રહી છે. આજ રોજ શહેર અને જિલ્લામાં 14 કેસના ઘટાડા સાથે નવા 80 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં એક પણ મોત નથી નીપજ્યું અને જિલ્લામાં 1દર્દીનું મોત નીપજ્યું છે. ઉપરાંત શહેર અને જિલ્લામાંથી 170 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 204587 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2230 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 1024 એક્ટિવ કેસ છે.

ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર
કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોના મુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 2,01,242 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 41,604 લોકોનો સમાવેશ થાય છે.

કામરેજના બંને મૃતકને અન્ય બીમારી પણ હતી
આજે પણ શહેરમાં એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. જ્યારે જિલ્લામાં વધુ 1કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યું છે. જેમાં ઓલપાડના ટકારમાં ખાતે રહેતા 85 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકીના 23 વ્યક્તિઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. 6 વ્યક્તિઓએ માત્ર એક ડોઝ લીધો હતો, 2 વ્યક્તિ વેક્સિનેશન માટે એલિજિબલ ન હતી અને 5 વ્યક્તિઓએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો.