તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિંમતમાં ઘટાડો:બજેટ બાદ યાર્નની કિંમતમાં રૂપિયા 5થી 13નો ઘટાડો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રિય નાણામંત્રીએ બજેટમાં યાર્નના રો મટીરીયલ પર આયાત ડ્યૂટીમાં ઘડાડો કરવાની જાહેરાત કરતા વીવર્સોને લાગી રહ્યું છે કે, હજી યાર્નની કિંમતમાં ઘટાડો થશે એ આશાએ યાર્ન ખરીદી રહ્યા નથી. પરંતુ બજેટ જાહેર થયા પછી એફડીવાય અને પોલિયેસ્ટ પર અલગ અલગ પ્રકારના યાર્ન પર રૂ. 5થી માંડીને 13 સુઘી ઘટાડો જોવા મળી રહ્યો છે.

તા. 2 ફેબ્રુ.થી યાર્નની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે કારણ કે, બજેટમાં યાર્ન રો મટીરીયલ્સ પર 10.5 ટકાથી ઘટાડી ડ્યુટી 5 ટકા કરવાની જાહેરાત કરાઈ હતી. સ્પીનર્સ દ્વારા એફડીવાય યાર્નની વિવિધ જાતોમાં રૂ.13 સુધી જ્યારે પોલિયેસ્ટર યાર્નની વિવિધ જાતોમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, બજેટના 5 દિવસ પછી સ્પીનર્સોએ 2થી 3 રૂપિયા યાર્નના ભાવમાં વધારો કર્યો હતો. પરંતુ તેમને બુકિંગ મળ્યા ન હતા.

યાર્ન ડીલર્સ સૂત્રોનું કહેવું છે કે, લોકડાઉન બાદ જાન્યુઆરી મહિના સુધીમાં અલગ અલગ પ્રકારના યાર્નમાં પ્રતિ કિલો 60થી 100 રૂપિયા સુધી વધ્યા હતાં. જેના લીધે વીવર્સોએ નુકસાની ભોગવવી પડી હતી. પરંતુ કાપડની વધારે માંગ હોવાથી વીવર્સોએ મજબૂરીમાં યાર્નની ખરીદી કરવી પડી હતી. જોકે, હાલ તૈયાર કપડામાં માંગ થોડી ઘટી હોય વીવર્સ યાર્ન નીચા ભાવે ખરીદવામાં પણ રસ દાખવી રહ્યાં નથી. વળી, વીવર્સને એવી આશા છે કે ભાવ હજુ તૂટશે, તેથી હાલમાં 30થી 40 ટકા જ બુકિંગ મળી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો