તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વળતાં પાણી:સુરતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, 60થી 70ની જગ્યાએ હવે 10થી 12 દર્દીઓ નોંધાઈ રહ્યા છે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતની સિવિલ સહિતની હોસ્પિટલમાં મહામારીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. - Divya Bhaskar
સુરતની સિવિલ સહિતની હોસ્પિટલમાં મહામારીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
  • શહેરમાં હાલ 137 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

સુરત સહિત સમગ્ર દેશમાં કોવિડ-19 બાદ હાહાકાર મચાવનાર મ્યુકોર માઇકોસિસના દર્દીઓની સંખ્યામાં પણ આંશિક ઘટાડો જાવા મળી રહ્ના છે. જેને પગલે એક સમયે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં રોજેરોજ દાખલ થતાં નવા દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાવા પામ્યો છે. હાલ સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસિસના 137 દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એક સમયે રોજના 60થી 70 દર્દીઓ નોંધાતા તેની જગ્યાએ હવે રોજના 10થી 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું નોંધાઈ રહ્યું છે.

રાજકોટ બાદ સુરતમાં સૌથી વધુ કેસ હતા
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કોરોના વાયરસના બીજા તબક્કાની મહામારી પર કાબુ મેળવવામાં તંત્રને સફળતા સાંપડી ચુકી છે. જા કે, આ દરમ્યાન કોવિડ-19ના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ નામના નવા રોગનું ગ્રહણ જાવા મળ્યું હતું. એક તબક્કે રાજકોટ બાદ સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસિસના સૌથી વધુ દર્દીઓ નોંધાયા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ આ રોગની ગંભીરતા અને સતત વધી રહેલા કેસોને ધ્યાને રાખીને મહામારી જાહેર કરવામાં આવી હતી.

આગામી સમયમાં કાબૂ મેળવાય તેવી શક્યતા
હાલ કોવિડ-19ના બીજા તબક્કાની લહેર પર કાબૂ મેળવાઇ ગયા બાદ હવે મ્યુકોરમાઇકોસિસના કેસોમાં પણ ધરખમ ઘટાડો જાવા મળી રહ્ના છે. એક તબક્કે સુરત શહેર - જિલ્લામાં રોજના 60થી 70 દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જાવા મળતા હતા. જે દર્દીઓની સંખ્યા હાલ ઘટીને 10થી 12 પર પહોંચી ચૂકી છે. આમ, હાલના તબક્કે બ્લેક ફંગસના નામથી પણ ઓળખાતા આ રોગચાળાના દર્દીઓની સંખ્યા એકંદરે સ્થિર થઇ જવા પામી છે, અને આગામી બે - ત્રણ સપ્તાહમાં સંભવતઃ આ રોગચાળા પર પણ કાબૂ મેળવવામાં સફળતા સાંપડી શકે છે તેમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.

આજના દાખલ દર્દી
આજે સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ દાખલ દર્દીઓની સંખ્યા 137 થઈ છે. આજે કોઈ દર્દી દામામાં કે રજા લઈને ન ગયા હોવાનું સિવિલ અને સ્મીમેરમાંથી જાણવા મળી રહ્યું છે. આજે મ્યૂકોરમાઈકોસિસથી કોઈ મોત થયું નથી. આજે કોઈને ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા નથી. આજે ઈએનટી વિભાગમાં 8 સર્જરી કરવામાં આવી છે. જ્યારે 3 મેજર સર્જરી થઈ છે. જ્યારે 5 માઈનોસર સર્જરી સાયનસ સહિતની કરવામાં આવી છે.