બોયકોટ ચાઈના:સ્વદેશી ફટાકડા વેચાણનો નિર્ણય, શિવાકાશીથી 100 કરોડથી વધુના ફટાકડા સુરતની મંડળીઓએ મંગાવ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આકાશમાં ફૂટતાં ફટકાડા પર પ્રતિબંધથી વિક્રેતાઓમાં ચિંતા
  • શનિ-રવિમાં અંદાજે 20 ટકા ફટાકડાનું વેચાણ

ગુજરાત સરકાર દ્વારા તા.8થી 22 નવેમ્બર સુધી માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. આ સાથે ફટાકડામાં લૂમ, આકાશમાં પ્રદૂષણ ફેલાવતી આતશબાજી અને આકાશમાં જઇને ફૂટતા બોમ્બ પર પ્રતિબંધ મુક્યો છે. જેને લઇને ફટાકડાના વિક્રેતાઓ સારો વેપાર મળશે કે કેમ તેની ચિંતા શરૂ થઈ છે. ગણતરીના 5 દિવસ દિવાળીના બાકી છે ત્યારે હજુ સુધી માર્કેટમાં માંડ 20 ટકા જેટલી ખરીદી શરૂ થઈ છે. ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારના કારણે સહકારી મંડળીઓ દ્વારા રૂ.100 કરોડના ફટાકડા મંગાવ્યા છે, ત્યારે તેના વેચાણને લઈને ચિંતા પ્રસરી છે.

સુરતમાં સોંસક કોટન મિલ, પાલ કોટન મિલ, દાળીયા મિલ, બાબેન જિન મંડળી, બારડોલી તાલુકા સહકારી સંઘ, કડોદરાની સહકારી મંડળીઓ સહિતની મંડળીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાનું વેચાણ થતું હોઈ છે. આ સાથે જ કોરોનાના કારણે આ‌ વખતે છેલ્લે છેલ્લે ફટાકડાના સ્ટોલ ખોલવા માટે પરવાનગી મળી છે. ત્યારે શહેરી વિસ્તારના વિક્રેતાઓ દ્વારા પણ રૂ.60-70 કરોડના ફટાકડાનું અંદાજિત સ્ટોક કરી દેવામાં આવ્યો છે. એવામાં રાજ્ય સરકારની અટપટી ગાઈડલાઈનના કારણે વિક્રેતાઓને સાથો-સાથ મંડળીઓની પણ ચિંતા વધી છે.

આ અંગે સુરત જિલ્લાના સહકારી આગેવાન જયેશ પટેલ જણાવે છે કે, સુરત જિલ્લાની સહકારી મંડળીઓએ ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરી ચાલુ વર્ષે સંપૂર્ણ સ્વદેશીની કંપનીઓના ફટાકડા વેચાણનો નિર્ણય કર્યો છે. જેના કારણે તમિલનાડુના શિવાકાશીથી રૂ.100 કરોડના ફટાકડાની ખરીદી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં ફેબ્રુઆરીથી મે મહિના સુધી તામિલનાડુની ફટાકડા ફેક્ટરીઓને ઓર્ડર આપી ફટાકડા મંગાવવામાં આવ્યા છે. એક અંદાજ પ્રમાણે શહેરી વિસ્તારના વિક્રેતાઓએ પણ સિઝનમાં અંદાજે રૂ.100 કરોડના ફટાકડાનો સ્ટોક કરતાં હોઈ છે. ત્યારે આ વખતે કોરોનાની સાથે સરકારની ગાઈડલાઈનના કારણે વેપારને અસર છે. અંદાજે 20થી 30 ટકા વેચાણ શનિ-રવિમાં થયું છે. શહેરના અન્ય એક વિક્રેતા દિપક સુરાણી જણાવે છે કે, સરકારના ફટાકડા ફોડવાની પરવાનગી માટે જાહેર કરેલા સર્ક્યુલરથી ગેરસમજ થઈ છે. જેના કારણે પણ હજુ સુધી લોકો ખરીદી કરી રહ્યા નથી. વધુમાં, મર્યાદિત વેપારની આશંકાએ વેપારીઓએ મોંઘી આતશબાજીઓનો સ્ટોક કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...