ટ્રેનનો શિડ્યુલ ચેન્જ:ગોવા જતી ‘હમસફર’ ટ્રેન મૂળ શિડ્યુલ મુજબ દોડાવવા નિર્ણય

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ટ્રેનો ચોમાસાના સમયપત્રક મુજબ દોડતી હતી

પશ્ચિમ રેલવેએ ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ અને ગાંધીધામ-તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસ ટ્રેનોને હવે તેના રેગ્યુલર સમયપત્રક પ્રમાણે દોડાવવા નિર્ણય લીધો છે. આ ટ્રેનો અગાઉ ચોમાસાના સમયપત્રક મુજબ ચલાવાતી હતી. નવા પત્ર પ્રમાણે ગાંધીધામ- નાગરકોઈલ એક્સપ્રેસ દર શુક્રવારે ગાંધીધામથી 10:35 કલાકે ઉપડશે અને 15:20 કલાકે અમદાવાદ પહોંચશે અને રવિવારે ત્રીજા દિવસે 06:15 કલાકે નાગરકોઈલ પહોંચશે. તેવી જ રીતે નાગરકોઈલ – ગાંધીધામ એક્સપ્રેસ દર રવિવારે નાગરકોઈલ 14:45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે મંગળવારે 06:40 કલાકે અમદાવાદ પહોંચશે અને બપોરે 12:00 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેનને બંને દિશામાં ભચાઉ, સમઢીયાળી, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપીથી છેક તમિલનાડુના તિરુવનંતપુરમ સુધી રૂટના તમામ મહત્વના સ્ટેશને ઉભી રહેશે. .

ગાંધીધામ-તિરુનેલવેલી-ગાંધીધામ (W) હમસફર એક્સપ્રેસ દર સોમવારે ગાંધીધામથી 04:40 કલાકે ઉપડશે અને અમદાવાદથી 09:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:35 કલાકે તિરુનેલવેલી પહોંચશે. તિરુનેલવેલી – ગાંધીધામ હમસફર એક્સપ્રેસ દર ગુરુવારે સવારે 08:00 વાગ્યે તિરુનેલવેલીથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:35 વાગ્યે અમદાવાદ પહોંચશે અને ત્રીજા દિવસે બપોરે 02:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. બંને દિશામાં માર્ગમાં ટ્રેન અમદાવાદ, વડોદરા, સુરત, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, કારવાર, મેંગ્લોર, કાલિકટ, શોરાનુર, થ્રિસુર, એર્નાકુલમ, કયામકુલમ, તિરુવનંતપુરમ અને નાગરકોઈલ ટાઉન સ્ટેશનો પર ઉભી રહેશે.

અન્ય સમાચારો પણ છે...