તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:કોરોના મહામારીના ડરે બોર્ડની બેઠક ઓનલાઇન કરવા નિર્ણય

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની 2 બોર્ડની બેઠકોમાં સંક્રમણ નહીં નડ્યું, હવે આત્મજ્ઞાન થયું
  • એસટીએમનો વિવાદી ઠરાવ, બજેટ છતાં બોર્ડ વર્ચ્યુઅલથી વિવાદ

તાજેતરમાં ઉપરાછાપરી બે બોર્ડની બેઠકો કોરોનાને લીધે પાલિકા ખાતે નહીં પરંતુ પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવી હતી અને પદાધિકારીઓની વરણી થઈ ગયા બાદ જ્યારે એસટીએમ માર્કેટની સોનાની લગડી સમાન જમીનને 99 વર્ષ માટે ફરી ફાળવી દેવાના સ્થાયીના વિવાદી ઠરાવ, કર અને દરની દર- ખાસ્તમાં વિપક્ષનો સુધારો અને મહત્ત્વના ડ્રાફ્ટ બજેટ છતાં બોર્ડ વર્ચૂઅલ કરવા નિર્ણય લેવાતાં વિવાદ થયો છે. માર્ચ મહિનામાં અગાઉ બે બોર્ડની બેઠક પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે મળી ચૂકી છે.

ત્યાં 93 ભાજપા અને 27 આપ પક્ષના કોર્પોરેટરોની પાલિકાના અધિકારી, કમિશનરની ઉપસ્થિતિમાં મેયર, ડે.મેયરની વરણી થઈ સ્થાયી સભ્યો જાહેર કરાયા ત્યાર બાદ વિવિધ 12 ખાસ સમિતિના પદાધિકારીઓની વરણી પાલિકા ખાતે રાખવામાં આવી હતી પરંતુ મેયરે કોરોનાને પગલે બોર્ડની બેઠક પાલ સંજીવકુમાર ઓડિટોરિયમમાં યોજવા આદેશ કર્યો હતો.

હવે સામાન્ય સભા મળનારી છે તેમાં સુરત ટેક્ષટાઈલ માર્કેટની જગ્યાને 99 વર્ષની લીઝ પર પધરાવી દેવાનો સ્થાયી સમિતિનો વિવાદી ઠરાવ પર સામાન્ય સભાએ નિર્ણય લેવાનો છે સાથે મહત્ત્વનું બજેટ પણ છે ત્યારે ભાજપાના સભ્યો અને વિપક્ષે બજેટ પર ચર્ચાઓ કરવાની છે. કર દરમાં કરાયેલા ઘટાડામાં આપ પક્ષ તરફથી ઘટાડો 50 ટકા કરવા સુધારો મુકવામાં આવ્યો છે. ત્યારે આ મહત્ત્વની બોર્ડની બેઠકને જ હવે વર્ચુઅલ કરી દેવામાં આવતાં વિવાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...