બેદરકારીનો આક્ષેપ:2 શિશુના ગર્ભ સાથે મહિલાનું મોત તબીબ સામે બેદરકારીનો આક્ષેપ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉધના દરવાજાની બિલ્સ IVF વિવાદમાં, મહિલાનું ફોરેન્સીક PM

ગોડાદરામાં રહેતી સગર્ભા મહિલા અને ગર્ભમાં 2 શિશુના મોત થતા પરિવારજનોએ ઉધના દરવાજાની બ્લિસ IVF સેન્ટરના તબીબ સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને ગોડાદરા પોલીસે મહિલાની લાશનું ફોરેન્સીક પીએમ કરાવ્યું છે. મહિલાના વિશેરાના સેમ્પલો લઈ એફએસએલમાં મોકલી આપ્યા છે.

ગોડાદરા ક્રિષ્ના કૃપા સોસાયટીમાં રહેતી 32 વર્ષીય રશ્મી કુસ્વાહને શુકવારે વહેલી સવારે ગભરામણ થતા ઉધના દરવાજાની બ્લિસ IVF સેન્ટર પર લવાઈ હતી. મહિલાને 8મો મહિનો ચાલતો હતો અને જોડીયા બાળકો ગર્ભમાં હતા. પરિવારે આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે ડોક્ટર હાજર ન હતા અને નર્સએ રશ્મીની તપાસ કરી એપલ હોસ્પિટલ લઇ જવાની વાત કરી હતી. આથી પરિવારજનો એપલ હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે જણાવ્યું કે મહિલાના લગ્નના 7 વર્ષ અગાઉ થયા હતા. મહિલાની પહેલીવાર પ્રેગ્નેસી રહી હતી.

તેઓ હોસ્પિટલમાં રેગ્યુલર ચેક કરાવવા આવતા હતા. જો કે મહિલાની મોત કયા કારણોથી થયું તે અંગે પીએમ રિપોર્ટ આવે પછી જ ચોક્કસ કારણ સામે આવી શકે છે. મહિલાના માતા-પિતા યુપીમાં રહે છે. તેમના આવ્યા બાદ અંતિમવિધી કરાશે. હાલમાં મહિલાની ડેડબોડી નવી સિવિલના કોલ્ડસ્ટોરેજ રૂમમાં છે. મહિલાનુ બીપી વધી જતા મગજની નર્સ ફાટી ગઈ હતી. જેના કારણે મોત થયું હોવાનું પીએમ કરનાર તબીબે પોલીસને જણાવ્યું છે.

મહિલાને CPR આપ્યું, પલ્સ- BP ન હતા
મહિલાને વહેલી સવારે બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ડોકટરે મહિલાને પહેલા સીપીઆર આપ્યું, મહિલાનું ઓકિસજન, પલ્સ અને બીપી પણ આવતું ન હતું. આથી વધુ સારવાર માટે એપલ હોસ્પિટલમાં મોકલ્યા હતા. બાકી ડોકટરની કોઈ બેદરકારી ન હતી. > ડો.પકંજ, તબીબ, બ્લિસ IVF સેન્ટર

અન્ય સમાચારો પણ છે...