તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં કોવિડની સારવાર માટે દાખલ થયેલા દર્દીના મૃત્યુ બાદ તેણે પહેલી રુદ્રાક્ષની સોનાની માળા પરતના આપતા ડોક્ટરોની વ્યવહારને લઈને પરિવારજનોએ દુઃખ વ્યક્ત કર્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે સોનાની ચેન મને પરત આપી નથી. દર્દીએ પહેરેલા આભૂષણો કે અન્ય કોઈપણ વસ્તુ જો તેમને પરત ન આપે તો ખરેખર ખુબ જ નિંદનીય બાબત કહેવાય.
સારવારને લઈને પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કર્યો
સુરતની ખાનગી હોસ્પિટલમાં 31 માર્ચના દિવસે ભરત ત્રિવેદી નામના દર્દી કોવિડની સારવાર માટે દાખલ થયા હતા. ભરત ત્રિવેદીને કોરોનાના લક્ષણો જણાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવારને લઈને પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમનું મોત થયું હતું.
માત્ર સોનાની વીંટી જ પરત કરવામાં આવી
ભરત ત્રિવેદીના પરિવાર સભ્યોએ આક્ષેપ કર્યો કે, જ્યારે મારા પિતા ભરત ત્રિવેદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા ત્યારે તેમણે રુદ્રાક્ષની સોનાની માળા અને સોનાની વીંટી પહેરી હતી. સારવાર બાદ તેમનું મોત થતાં ડોક્ટરોના સ્ટાફ દ્વારા તેમની માત્ર સોનાની વીંટી જ પરત કરવામાં આવી છે. જોકે તેમણે પહેલી સોનાની રુદ્રાક્ષની ચેઈન પરત આપી નથી.
ખુબ જ નિંદનીય બાબત કહેવાયઃ પરિવાર
ખાનગી હોસ્પિટલો સ્ટાફ દ્વારા આ પ્રકારે સારવાર લેવા માટે આવેલા દર્દી સાથે કરવામાં આવતો વ્યવહાર એ ખરેખર ખૂબ જ શરમજનક છે. દર્દી અને તેના પરિવાર હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરમાં વિશ્વાસ રાખીને સારવાર કરાવવા માટે આવે છે ત્યારે હોસ્પિટલના માણસો દ્વારા દર્દીએ પહેરેલા આભૂષણો કે અન્ય કોઈપણ વસ્તુ જો તેમને પરત ન આપે તો ખરેખર ખુબ જ નિંદનીય બાબત કહેવાય.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.