અકસ્માતે મોત:મોટા વરાછામાં AC રિપેર કરતી વેળા પહેલા માળેથી પટકાતા યુવકનું મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટા વરાછામાં પહેલા માળે એસી રિપેર કરતી વખતે અકસ્માતે બેઝમેન્ટમાં પટકાતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. અમરોલી જુના કોસાડ રોડ રજવાડી પાર્ટી પ્લોટ પાસે સ્ટાર હોમમાં રહેતા અંકિતભાઈ અશોકભાઈ રાઠોડ(22)એસી રિપેરીંગનું કામ કરતા હતા. મંગળવારે સાંજે તેઓ મોટા વરાછા એટલાન્ટા બિઝનેસના પહેલા માળે આવેલી ક્લાસીસ ફેશન નામની દુકાનમાં એસી રિપેરીંગ કરવા ગયા હતા.

એસી રિપેરીંગ કરતી વખતે તેઓ અકસ્માતે પહેલા માળેથી નીચે બેઝમેન્ટમાં પટકાયા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા અંકિતભાઈને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...