તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ગ્લુકોઝને બદલે ભૂલથી ઝેરી પાવડર પી લેતાં છાત્રાનું મોત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કતારગામની ધો.12ની છાત્રાની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર વેળા મોત

કતારગામમાં ભૂલથી ગ્લુકોઝ પાઉડરની જગ્યાએ અનાજમાં નાખવાનો પાવડર પી લેતા ધોરણ 12ની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. ભાવનગરના વતની અને કતારગામ લલિતાપાર્ક સોસાયટીમાં રહેતા વિજયભાઈ ધોળકિયા હીરા મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

વિજયભાઈની મોટી પુત્રી ક્રિષ્ના(17)કતારગામ વિસ્તારમાં આવેલી ગુરુકુળ કન્યા વિદ્યાલયમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. બે દિવસથી ઝાડા ઉલટી થતા તેની દવા ચાલતી હતી. દરમ્યાન બુધવારે રાત્રે ગ્લુકોઝનો પાઉડર પીવાની જગ્યાએ ભૂલથી તેણે અનાજમાં નાખવાનો પાવડર પી લીધો હતો. જેથી તેની તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ક્રિષ્નાનું ગુરુવારે વહેલી સવારે મોત નીપજયું હતું. કતારગામ પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...