કમકમાટી ભર્યું મોત:ગોડાદરામાં પાંચમાં માળેથી પટકાયેલી બાળકીનું મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિર્માણાધિન બિલ્ડીંગમાં બાળકી રમી રહી હતી

ગોડાદરામાં નિર્માણાધિન બિલ્ડીંગના પાંચમાં માળેથી પટકાતા શ્રમજીવી પરિવારની ૩ વર્ષીય બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ગોડાદરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાદરામાં નિર્માણાધિન બિલ્ડીંગ રાજ આઈકોન ખાતે રહેતા તુલસી યાદવ ત્યાં જ કન્સટ્રક્શન સાઈટ પર મજુરી કામ કરે છે. સોમવારે તેઓ પાંચમા માળે કન્સટ્રક્શનનું કામ કરતા હતા અને નજીકમાં તેમની પુત્રી ચાંદની રમતી હતી. દરમિયાન રમતા રમતા ચાંદની અકસ્માતે પાંચમા માળેથી નીચે પટકાઈ હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલી માસુમ ચાંદનીને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ થતા ગોડાદરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. તુલસી યાદવ અને તેમની પત્ની ચાંદનીના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરાવવા માંગતા ન હોવાથી પોલીસે પોસ્ટમોર્ટમ વગર જ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. અને અકસ્માતે મોત થયાની નોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...