ક્રાઇમ:વેસુમાં પાલિકાની બેદરકારી વીજ કરંટથી બાળકનું મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસથી ખોદેલા ખાડામાં વાયર બહાર હતો

વેસુમાં શ્રમજીવી પરિવારના બાળકનું વાયરને અડી જવાને લીધે મોત થયું હતું. બાળક ઘર પાસે રમી રહ્યું હતું ત્યારે મનપાએ ખોદેલા ખાડામાંથી બહાર નિકળતા વીજ વાયરને અડી જતા મોત થયુંુ હતુ. મનપાની બેદરકારીએ બાળકનો ભોગ લીધો હોવાનું કહી પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. બાદમાં આખરે મન મનાવી બાળકની અંતિમવિધિ કરી હતી.

વેસુમાં એસએમસી આવાસમાં રહેતો 10 વર્ષીય જય શશીકાંત ઝાલટે રવિવારે સાંજે પોણા સાતેક વાગ્યે ઘર પાસે રમતો હતો ત્યારે સ્ટ્રીટ લાઇટના વાયરને અડી જતાં કરંટ લાગતા મોત થયું હતું. મનપા પર બેદરકારી દાખવવાના આરોપ સાથે બાળકના કાકા કાશીનાથે કહ્યું કે, બિલ્ડીંગના ગેટની બહાર જ મનપાએ પાણીની લાઇન માટે ખાડા ખોદયા છે. 15 દિવસથી ખાડા ખોદેલી હાલતમાં છે છતાં પાલિકાએ તકેદારી રાખી ન હતી.

અન્ય સમાચારો પણ છે...