તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વેસુમાં સળગતી દીવાસળી સાડી પર પડતાં દાઝેલા વૃદ્ધાનું મોત

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરમાં દીવાબત્તી કરતી વખતે ઘટના બની હતી

વેસુમાં ઘરમાં દીવાબત્તી કરતી વખતે સળગતી દીવાસળી સાડી પર પડતા આગની લપેટમાં આવી જતા દાઝેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બનાવ અંગે ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. વેસુ વીઆઈપી રોડ વીઆઈપી પ્લાઝાની ગલીમાં શ્યામ રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા સુશીલાદેવી પુનમચંદ સાંડ(75) નિવૃત્ત જીવન વિતાવતા હતા. તેમના પુત્ર કાપડનો વેપાર કરે છે.

24મીએ મળસ્કે સુશિલાદેવી ઘરે પુજાપાઠ કરતા હતા ત્યારે દીવાબત્તી કરતી વખતે સળગતી દીવાસળી સાડી પર પડી જતા તેઓ આગની લપેટમાં આવી ગયા હતા. જેથી ગંભીર રીતે દાઝી ગયેલા સુશિલાદેવીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું રવિવારે મોત નિપજ્યું હતું. બનાવ અંગે ખટોદરા પોલીસે અક્સમાત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો