દુર્ઘટના:રાંદેરમાં સ્તનપાન વખતે શ્વાસ નળીમાં દૂધ જતું રહેતા 5 માસની બાળકીનું મોત

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાંદેરમાં માતાએ સ્તનપાન કરાવ્યા બાદ 5 મહિનાની બાળકીનું મોત થયુું હતું. સવારે બાળકી બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. શ્વાસ નળીમાં દૂધ જતુ રહેતા શ્વાસ રૂંધાવાના કારણે બાળકીનું મોત નિપજ્યું હોવાની શક્યતા વ્યકત કરાઈ છે.

રાંદેર પાલનપોર જકાતનાકા પાસે શંકર નગરમાં રહેતા અને મૂળ બિહારના છપરાના વતની રાકેશભાઈ દાસ ફ્રૂટની લારી ચલાવે છે. રાકેશને સંતાનમાં એક પુત્ર અને 2 પુત્રી છે. જે પૈકી 5 માસની શિવાનીને સોમવારે રાત્રે માતાએ સ્તનપાન કરાવ્યા બાદ સુઈ ગઈ હતી. સવારે બેભાન હાલતમાં સિવિલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

શિશુને થોડો સમય ખભા પર સીધુ રાખી ફેરવવુ જોઈએ
ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે ઘણી વખત સ્તનપાન બાદ બાળક દુધ બહાર કાઢતું હોય છે ત્યારે દુધ શ્વાસ નળીમાં જવાની શક્યતા રહે છે. સ્તનપાન બાદ બાળકને ખભા પર સીધું રાખી થોડો સમય ફેરવવું જોઈએ. ઓડકાર આવે બાદ ચત્તુ સુવડાવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...