માંગ:ચોમાસામાં ખાડીપૂરને ટાળવા માટે વહેલી તકે ડિ-સિલ્ટિંગ કરો: વિપક્ષ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં સમયસર પ્રિ-મોનસૂન કામગીરી પૂર્ણ કરવા આદેશ

પાલિકાની ગટર સમિતિની શનિવારે મળેલી બેઠકમાં ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રિ-મોન્સૂન કામગીરી સમયસર શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના અપાઇ હતી. જ્યારે બેઠકમાં ટીપી-58(વાલક) અને ટીપી-85(સરથાણા-પાસોદરા)માં નવા બનેલા પ્રોજેક્ટમાં ડ્રેનેજ લાઇનની સુવિધા અપાઇ ન હોવાથી પાણી સીધુ ખાડીમાં ઠલવાઇ રહ્યું હોવા મામલે ભારે વિરોધ દર્શાવાયો હતો. વિપક્ષી સભ્યોએ ચોમાસા પહેલાં ખાડીમાં ડિ-સિલ્ટિંગ તથા સફાઇ કામ શરૂ કરવા પણ માંગ કરી હતી.

ગટર સમિતિના અધ્યક્ષ વિક્રમ પાટીલે કહ્યું કે, પ્રિ-મોન્સૂન અંગે સૂચના આપી છે. વરસાદી પાણીના નિકાલની તમામ ચેમ્બર અને મેઈન હોલમાં ડિ-સિલ્ટિંગ કરવા તેમજ મેઇન્ટેનન્સના કામ ઝડપથી પુરા કરવા જાણ કરી હતી. ચોમાસા પહેલાં સ્ટ્રોમ લાઈનની જાળીની સફાઇ કરી તેને પીળો રંગ કરાશે.

વરાછામાં ડ્રેનેજ લાઈનનું કામ ન થતા રોષ
બેઠકમાં વિરોધ પક્ષના સભ્ય વિપુલ સુહાગીયાએ વરાછાની વર્ષો જુની જગદીશનગર, ઘનશ્યામનગર, મોહનનગર અને ભરત નગરમાં વારંવાર ડ્રેનેજ લાઇન ઊભરાતી હોવા છતાં કાર્યવાહી કરાતી ન હોવાનો બળાપો કાઢી કમિટી દ્વારા ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇનના નવા કામ મંજુર થયા બાદ પણ કામ થતું ન હોવાનું કહ્યું હતું. ખાડીમાં ઠલવાતા ડ્રેનેજના પાણી મુદ્દે વિરોધ કરી ચોમાસા પહેલાં ખાડી સફાઇની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...