તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ:ડીસીપી સરોજકુમારીને ‘મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘પોલીસ કિચન’થી રોજ 500ને ભોજન કરાવતા

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના 29મા સ્થાપના દિવસે 31મી જાન્યુઆરીના રોજ મહિલા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં સારી કામગીરી બદલ ગુજરાત રાજ્યમાંથી માત્ર સુરતના ડીસીપી સરોજકુમારીને મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ એનાયત કરાયો હતો.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સરોજકુમારીને એવોર્ડ આપી બહુમાન કર્યું હતું. આ પ્રસંગે દેશભરમાંથી પોલીસ, આરોગ્ય અને સ્વચ્છતા એમ ત્રણ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા કોવિડ યોદ્ધાઓને સન્માનિત કરાયા હતાં.

વડોદરામાં તત્કાલિન ડીસીપી સરોજ કુમારીએ (વહીવટ અને મુખ્ય મથક) ફરજ દરમિયાન લોકડાઉનમાં સર્જાયેલી પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરી હતી. હાલ તેઓ સુરતમાં ડીસીપી (વહીવટ અને મુખ્ય મથક) તરીકે ફરજ બજાવે છે. વડોદરામાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી, ગરીબ, ઝૂંપડપટ્ટી, ફૂટપાથ તેમજ બ્રિજ નીચે રહેતા લોકો ભૂખ્યા ન રહે તે માટે ‘પોલીસ કિચન’ શરૂ કરી પોલીસ ટીમની મદદથી તેમણે રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું હતું. રોજ 500 જરૂરિયાતમંદોને જમાડતા હતા. સિનિયર સિટિઝન સેલ શરૂ કરીને તે માટે એક ફોન નંબર જાહેર કર્યો હતો. તેમને કાંઈ જરૂરત હોય,દવા,ભોજનની જરૂરત હોય તો તે પુરી પાડવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો