નિવેદન:કોર્ટમાં આરોપીના આપઘાત મુદ્દે DCBએ નિવેદનો નોંધ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમબ્રાંચ સીસીટીવી પણ ચેક કરશે

અઠવાલાઇન્સ જિલ્લા ન્યાયાલયની ફાસ્ટ ટ્રેક બિલ્ડિંગના ચોથા માળેથી 2 દિવસ પહેલા ચીટીંગના આરોપીએ મોતની છલાંગ મારી હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચને તપાસ સોંપાઈ છે. આ કેસમાં ક્રાઇમબ્રાંચે ગુરુવારે સલાબતપુરા પોલીસના બે કર્મચારીઓના નિવેદનો લીધા હતા. 15 લાખની ચીટીંગના ગુનામાં કાપડ દલાલ ભરત ટાલિયાની ધરપકડ કરી કોર્ટમાં લાવ્યા હતા.

તે વખતે સલાબતપુરા પોલીસના હે.કો. નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ અને એલ. આર નિતેશ બાબુ વસાવા આરોપીને લઈ કોર્ટમાં આવ્યા હતા. આથી DCBના સ્ટાફે બંને કર્મીના નિવેદનો લીધા હતા. જેમાં એક પોલીસકર્મીની બેદરકારી સામે આવી શકે છે. કેમ કે ચીટીંગના ગુનાનો આરોપી બીજા માળે પોલીસ જપ્તામાં હતો તો ચોથા માળે આપઘાત કરવા ગયો ત્યારે પોલીસકર્મી ક્યાં હતા તેની તપાસ થશે. ઘટનાને લઈ પોલીસકર્મીની કામગીરી સામે અનેક શંકા સેવાઇ રહી છે. ક્રાઇમબ્રાંચ આ કેસમાં હજુ કોર્ટના CCTVની પણ તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...