તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તજવીજ:બિલ્ડર પાસે રૂપિયા 33 કરોડ પડાવવા મુદ્દે ડીસીબી અનિરુદ્ધ સિંહ જાડેજાને ઊંચકી લાવી

સુરત8 મહિનો પહેલા
 • કૉપી લિંક
અનિરુદ્ધસિંહ - Divya Bhaskar
અનિરુદ્ધસિંહ
 • આરોપી શૈલેષ ભટ્ટે બિલ્ડર રાજુ દેસાઈની મિલકત પચાવવા રિબડાના અનિરુદ્ધને સોપારી આપી હતી

શૈલેશ ભટ્ટ વતી હવાલો લઈ બિલ્ડર રાજુ દેસાઈ પાસેથી 33 કરોડ રૂપિયા ગેરકાયદે પડાવવા સાઇટ પર કબજો કરી લેવાના મામલે રીબડાના અનિરુદ્ધસિંહને પકડવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી હોવાની વાત સામે આવી રહી છે. જો કે ક્રાઇમબ્રાંચના સત્તાધીશએ આ બાબતનો ઈનકાર કર્યો હતો. જયારે રીબડાના અનિરુદ્ધસિંહના સાગરિત એઝાઝ ઉર્ફે અજ્જુ સીડાની શુકવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. હવે અનિરુદ્ધસિંહ જાડેજાની ચોંકાવનારી વિગતો બહાર આવશે. હાલમાં શૈલેશ ભટ્ટ કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં એડમિટ છે. અત્યાર સુધીમાં 33 કરોડના પ્રકરણમાં સાત જણાની ધરપકડ કરવામાં આવી છે.

નાના વરાછાના બિલ્ડર રાજુ દેસાઈને શૈલેશ ભટ્ટ પાસેથી વ્યાજે રૂપિયા લેવાનું ભારે પડ્યું હતું. ચાર કરોડ રૂપિયા વ્યાજે આપીને શૈલેશ ભટ્ટે તેની સામે 33 કરોડ રૂપિયા માંગ્યા હતા. છેલ્લે શૈલેશ ભટ્ટે રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ હવાલો આપી દીધો હતો. અનિરુદ્ધસિંહએ સુરતમાં ધવલ જૈનના ઘરે બંગલામાં રાજુને બોલાવીને ધમકી આપી સાઇટ પર કબજો કરી હથિયારધારી માણસો બેસાડી દીધા હતા. પોલીસે રાજુ દેસાઈની ફરિયાદ દાખલ કરીને શૈલેશ ભટ્ટ અને અન્ય 6 ની ધરપકડ કરી છે. એસીપી આર.આર.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ‘ક્રાઇમબ્રાંચ અનિરુદ્ધસિંહ જાડેજાને લાવી નથી’. અનિરુદ્ધસિંહની ધરપકડ બાદ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓના પણ નામ ખુલી શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો