વાતાવરણમાં પલટો:દિવસનું તાપમાન ૩ ડિગ્રી ગગડતાં ઠંડી વધી, બે દિવસ ઝાપટાંની શક્યતા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં દિવસે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. - Divya Bhaskar
શહેરમાં દિવસે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 દિવસ તાપમાન વધુ 2થી 3 ડિગ્રી ગગડશે
  • શહેરમાં દિવસભર 7 કિમીની ઝડપે પવન ફૂંકાયાે

વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરને લઇ સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરમાં દિવસભર વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધવા સાથે ઉત્તર-પૂર્વના પવનોની ગતિ વધતાં ઠંડીની અસર વધી છે. ઉપરાંત વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ હતી. વાતાવરણમાં આવેલા ફેરફારથી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

આગામી 2 દિવસમાં તાપમાન વધુ 2થી 3 ડિગ્રી ગગડશે. ઠંડીનું પ્રમાણ ક્રમશઃ વધશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શુક્રવાર અને કાલે શનિવારે બે દિવસ શહેરમાં હળવા વરસાદની આગાહી છે. ગુરૂવારે શહેરનું મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી અને લઘુત્તમ 19.2 ડિગ્રી હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 91 ટકા અને સાંજે 63 હતું. ઉત્તર-પૂર્વ દિશાથી 7 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. ચાલુ સિઝનમાં સૌથી વધુ ઠંડી ડિસેમ્બર માસમાં 17 ડિગ્રી નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...